માળીયા મિંયાણા પોલીસની હદ વિસ્તારમા ઉછીના લીધેલા રૂપિયાની ચૂકવણી કરવાં મુદ્દે મારમારી ની ઘટના બની હતી.જેમાં માળિયાં મિયાણા પોલીસ મથકમાં સામે સામે ફરિયાદ નોધાઈ હતી.જેમાં પોલીસે કર્મરાજસિંહ નામના એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી.જે બાદ પોલીસે આરોપી પર ગુન્હો કબૂલ કરવા દબાણ કર્યું હતું તેમજ તેના પર થર્ડ ડિગ્રી અપનાવતા આરોપીને ઈજા પહોંચી હતી જે બાદ આરોપી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. જ્યાં આરોપીએ તેના વકીલને પોલીસે અપનાવેલ વહેવાર મુદ્દે જાણ કરતાં તેને વકીલ દ્વારા કોર્ટમાં આ અંગે ફરિયાદ કરતા કોર્ટે કર્મરાજસિંહનું નિવેદન નોંધી મેડિકલ તપાસ માટે મળીયા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે કોર્ટે મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો સાથે સાથે જે પોલીસ કર્મીઓ પર થર્ડ ડિગ્રી અપનાવવનો આરોપ લાગ્યો હતો તેવા વિપુલભાઈ ડાંગર અને રતિલાલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા કોર્ટે હુકમ કર્યો હતો.

