HomeGujaratમોરબી-માળિયાના 20 ગામમાં પાકને મળશે જીવનદાન સિંચાઈ વિભાગ કેનાલમાંથી 300 mcft પાણી...

મોરબી-માળિયાના 20 ગામમાં પાકને મળશે જીવનદાન સિંચાઈ વિભાગ કેનાલમાંથી 300 mcft પાણી છોડશે 

મોરબી જીલ્લામાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેચાવવાના કારણે ખરીફ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને તેને લઇ વિવિધ ખેડૂત સંગઠન, ખેડૂત આગેવાનોથી લઇ ગામે ગામથી સરકાર સમક્ષ પિયત માટે પાણી આપવાની માંગણી કરી હતી.ખેડૂતોની અનેક રજૂઆત બાદ સરકાર દ્વારા ખેડૂતોને પિયત માટે ડેમમાંથી પાણી આપવા સુચના આપવામાં આવતા હવે મોરબીના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાંથી  પાણી છોડવાનો સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે અને રવિવારે રાત્રે અથવા સોમવારે સવારથી કેનાલમાં પાણી છોડવાની શરુઆત કરવમાં આવશે આ પાણીથી મોરબી માળિયા તાલુકાના 20 ગામની ૨૫ હજાર હેક્ટર વાવેતર વિસ્તારને પાણી મળશે અને તેના કારણે પાકને નવ જીવન મળશે   

મોરબી સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ વર્ષે મેઘરાજા જૂન જુલાઈમાં ભરપુર વરસ્યા હતા અને તેના કારણે ખેડૂતોએ ઉમંગભેર ખરીફ પાકનું વાવેતર કર્યું હતું અને જિલ્લામા લગભગ સવા લાખ હેકટરમાં વાવેતર થયું હતું સારા વરસાદની આશા સાથે વાવેતર કરનાર ખેડૂતો સાથે મેઘરાજાએ જાણે ઓગસ્ટ માસમાં રિસામણા લીધા હોય તેમ આંખો મહિનો કોરો કટ્ટ રહ્યો સપ્ટેમ્બર  માસના 10 દીવસ વીતી ગયા હોવા છતાં મેઘરાજા ન માનતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂત જેમ તેમ કરી ને પોતાના પાકને નવ જીવન આપવા મથી રહ્યા છે. પરંતુ વરસાદ ખેચાવવાના કારણે ચોમાસું પાકને ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતો છેલ્લા 15 દિવસ કરતા પણ વધારે સમયથી જે સ્થળો એ કેનાલની સગવડ છે તેવા વિસ્તારમાં પાણી છોડવા માંગણી કરી રહ્યા હતા. રાજ્ય સરકારે પણ શક્ય હોય તેવા વિસ્તારમાં વહેલી તકે પિયત માટે પાણી આપવાની સુચના આપતા અંતે મોરબી જિલ્લાના સૌથી મોટા ડેમમાંથી પણ સિંચાઈ પાણી છોડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. અને પાણી છોડતા પૂર્વે કેનાલની સફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી પણ અંતિમ તબક્કામાં હોય અને રવિવાર રાત સુધીમાં કેનાલની સફાઈ કામગીરી પણ પૂર્ણ થઇ જાય તેવી શક્યતા સિંચાઈ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો રવિવાર કેનાલની સફાઈ કામગીરી પૂર્ણ થઇ જશે તો રવિવારે રાત્રે જ લગભગ પાણી છોડવાની શરુઆત કરી દેવામાં આવશે. અને જો રવિવારે રાત્રે છોડવાનું શક્ય નહી હોય તો સોમવારે પાણી છોડવાની પૂરે પૂરી તૈયારી સિંચાઈ વિભાગ દ્વારા કરવમ આવી છે  પાકની જરૂરીયાતને ધ્યાને લઇ તંત્ર દ્વારા બે તબક્કામાં પાણી આપવાનો નિર્ણય લીધો છે. પાણી છોડવાથી મોરબી માળિયા તાલુકાના લગભગ 20 ગામની ૨૫ 25 હજાર હેક્ટર સુધીના વાવેતર વિસ્તારને પાણી મળશે તેવો સિંચાઈ વિભાગે અંદાજ લગાવ્યો છે 

(બોક્સ ) કેનાલની સફાઈ પૂર્ણ થતા પાણી છોડાશે 

મચ્છુ 2  ડેમ ની મુખ્ય કેનાલ તેમજ માઈનોર કેનાલના કમાન્ડ એરિયામાં આવતા મોરબી  માળિયા મિયાણા  તાલુકના લગભગ 20 ગામની ૨૫ હજાર હેક્ટર વિસ્તારને પિયતમાં આવરી લેવાશે પાણીની જરૂરિયાતને ધ્યાને લઇ 15 -15 દિવસના બ તબક્કામાં પાણી છોડવાનું આયોજન છે. લગભગ 300 એમસીએફટી પાણી છોડવામાં આવશે હાલ કેનાલની સફાઈ ચાલે છે જો સાંજ સુધીમાં સફાઈ પૂર્ણ થશે તો રાત્રે પાણી છોડશે જો રાત્રે કોઈ કારણસર શક્ય નહી બને તો સોમવારે સવારે પાણી છોડવાનું આયોજન હોવાનું સિંચાઈ અધિકારી વી એસ ભોરણીયા એ જણાવ્યું હતું 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW