સૌરાષ્ટ્ર કચ્છ માં બીજા તહેવારો ની સરખામણીમાં સાતમ-આઠમ પર્વની ઉજવણી વિશેષ થઈ રહી છે. એટલે શરૂ થઈ ગયો છે અને શાળા કોલેજમાં રજાઓ શરૂ થઈ જતાં હવે વાલીઓ સાથે અલગ અલગ સ્થળે ફરવાના આયોજન થવા લાગ્યા છે. અને તેની અસર મોરબીના પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ જોવા મળી રહી છે.મોરબી જિલ્લાના સૌથી મોટા એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની ભીડ દેખવવા લાગી છે. બસ સ્ટેશન વિસ્તાર મોટા ભાગની બસ ફૂલ ભરાઈને જવા લાગી છે .ખાસ કરીને મોરબી થી હાલ રાજકોટ ,અમદાવાદ,કચ્છ સહિતના આસપાસના જિલ્લાના વતની જે નોકરી ધંધા માટે મોરબી સ્થાયી થયેલા છે તે લોકો હાલ સાતમ આઠમ પર્વની ઉજવણી પોતાના વતનના કરવા માગતા હોય જેથી હાલ વહેલી તકે પોતાના ઘર તરફ જવા લાગ્યા છે.જેના કારણે મોટા ભાગની એસટી બસ હાલ ફૂલ જઈ રહી છે અને કેટલીક બસમાં તો એટલી હદે ભીડ જામી છે કે તેમાં બેસવાની જગ્યા તો દૂર ઉભા રહેવા માટે પણ મુસાફરોને સંઘર્ષ કરવો પડે છે.મોરબી શહેરના જૂના અને નવા બન્ને બસ સ્ટેશન માં પ્રવાસીઓનો મોટા પાયે જમાવડો જોવા મળી રહયો છે.
આ ઉપરાંત આગામી ૩-૪ દિવસ રજા મળતા મીની વેકેશન જેવો માહોલ સર્જાતા લોકો જૂનાગઢ, સોમનાથ દ્વારકા અને ડાકોર સહિતના અલગ અલગ સ્થળોએ ફરવાનું આયોજન કરી રહ્યા છે જેના કારણે એસટી માં અગાઉથી જ એડવાન્સ બુકિંગ ફૂલ થઇ જતાં એસટી વિભાગને એક્સ્ટ્રા બસ મૂકવાની ફરજ પડી છે અને આ કારણોસર કેટલાંક રૂટ માં વધુ બસ મૂકવાનું આયોજન થઈ રહ્યું છે.આગામી બે ત્રણ દિવસમાં દ્વારકા ડાકોર જેવા યાત્રાધામ માટે પણ બસ મુકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી ઉપરાંત વાકાનેર ટંકારા બસ સ્ટેશન માં પણ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે અને ત્યાંથી પસાર થતી અલગ અલગ રૂટની બસમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે.
મોરબી બસ સ્ટેશનમાં તહેવાર પર મુસાફરોની ભીડ જેમ જેમ વધે તેમ દર વર્ષે તહેવાર પર એકસ્ટ્રા બસ મૂકીએ છીએ તાજેતરમાં રક્ષા બંધન પર્વમાં મુસાફરોની ભીડ વધતા દાહોદ જિલ્લામાં ૫ જ્યારે જામનગર જિલ્લામાં એક બસ એકસ્ટ્રા મુકવામાં આવી હતી. હાલ બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે તે જોતાં હાલ જે પણ રૂટમાં વધારા બસ દોડાવવાની જરૂર પડે ત્યાં મૂકવાનું આયોજન છે.તેમ ડેપો મેનેજર પઢારિયાએ જણાવ્યુ હતું.

