HomeGujaratમોરબી ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટના નવા પી.પી તરીકે વિજય જાનીની નિમણુક 

મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટના નવા પી.પી તરીકે વિજય જાનીની નિમણુક 

એસ કે વોરાના રાજીનામા બાદથી જગ્યા ખાલી હોવાથી મુદત પડતી હતી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાલ મોરબી સેશન્સ કોર્ટમાં સ્પેશ્યલ પીપીના અભાવે મુદત પર મુદત પડી રહી છે. ત્યારે આ કેસમાં હવે નવા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુંટર તરીકે મોરબી કોર્ટના સરકારી વકીલ વિજય જાનીની નિમણુક કરવામાં આવી છે આગામી દિવસોમાં હવે સરકાર તરફથી તેઓ પોતાનો પક્ષ રાખશે 

મોરબીના ચર્ચાસ્પદ ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટનાને હાલ૧૦ મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. હાલ આ કેસમાં એક તરફ  ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનવણી ચાલી રહી છે . તો બીજી તરફ મોરબી સેસન્સ કોર્ટમાં રેગ્યુલર હિયરિંગ ચાલી રહ્યું છે.થોડા સમય પહેલાં  આં કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે નિમાયેલ રાજકોટ કોર્ટના વકીલ એસ કે વોરાએ પોતાને રાજકોટના અલગ અલગ કેસમાં કામગીરી વધુ હોવાથી મોરબીના ઝૂલતા પુલ કેસમાં સમય આપી ન શકતા હોવાનું કારણ આપી સ્પેશિયલ પીપી માંથી રાજીનામું આપ્યું હતું જે બાદથી કેસમાં કોઈ પ્રગતિ થતી ન હતી અને તારીખ પર તારીખ પડતી હતી જેથી પીડિત પરિવાર દ્વારા આં કેસમાં નવા પબ્લિક પ્રોસિક્યુટર મુકવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. અંતે આં કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મોરબી કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલ વિજય જાનીની નિમણુક કરવામાં આવી છે.આગામી૫ સપ્ટેમ્બર ના રોજ જ્યારે આં કેસની નવી મુદત પડી છે ત્યારે સરકાર તરથી વિજય જાની તેમનો પક્ષ રજૂ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW