HomeGujaratમોરબીમાં ડાયમંડ નગરમાં હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

મોરબીમાં ડાયમંડ નગરમાં હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

જન્માષ્ટમી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ઠેર ઠેર જન્માષ્ટમી પર્વની ઉજવણીની તૈયારી શરુ થઇ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષ પણ જન્માષ્ટમી નિમિત્તે ડાયમંડનગર (આમરણ) ગામે સમસ્ત ગામ દ્વારા તારીખ -07/09/2023 ગુરુવાર રાત્રે 8:00 કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન કરનાર ક્રુષ્ણ જન્માષ્ટમી યુવક મંડળના આયોજકોએ જણાવ્યુ હતું કે રાત્રે ૮ કલાકે શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને શોભાયાત્રા રૂટ પર રૂક્ષ્મણી મટુકી,ગોપી મટુકી,વૃંદા મટુકી,યશોદા મટુકી, મીરા મટુકી,બાસૂરી મટુકી,રાધે મટુકી, સુદામા મટુકી, કૃષ્ણમ મટુકી,યમુના મટુકી,માધવ મટુકી,ગોપાલ મટુકી,તુલસી મટુકી,કેશવ મટુકી એમ કુલ ૧૪ મટુકીફોડ કરવાની રહેશે અને રાત્રે ૧૧:૩૦ કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે ત્યાં રાસ ગરબા, કૃષ્ણ જન્મોત્સવ અને મહા આરતી જેવા કાર્યક્રમ કરી અને  શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેવા સૌ કોઈને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW