HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિ ચેરમેને 2.5 વર્ષના કામનો રજુ કર્યો...

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિ ચેરમેને 2.5 વર્ષના કામનો રજુ કર્યો હિસાબ

મોરબી સહિત રાજ્યની તમામ ૩૩ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ સમિતિના ચેરમેનની મુદત આગામી સપ્ટેબર મહિનામાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ અઢી વર્ષના સમયમાં જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્યો પૈકી હાલ જે સભ્યો વિવિધ સમિતિના હોદ્દા પર હતા કામગીરી થઈ છે તે મોરબી જિલ્લાના મતદાર જાણવા માગે છે ત્યારે મોરબી જિલ્લાના બાંધકામ સમિતિ ના ચેરમેન અજય લોરિયા દ્વારા  મોરબી જિલ્લા પંચાયતના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન  મોરબીના છેવાડાના જુદા જુદા વિસ્તારોના અને ગ્રામ્ય પંથકોના રોડ રસ્તા બનાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેં અંગે માહિતી આપી હતી જેમાં તેઓએ દાવો કર્યો હતો.કે બાંધકામ સમિતિ ના ચેરમેન પર આવ્યા બાદ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારને.જોડતા રોડ રસ્તા, પંચાયત ભવન, આરોગ્ય ભવન તેમજ જે પણ પંચાયત ની સત્તામાં આવતા કામગીરી કરવામાંnઆવી હતી

બાંધકામ સમિતિના ચેરમેને જણાવ્યુ હતું કે. ગત અઢી વર્ષમાં મોરબી જીલ્લા પંચાયતના કામો માટે કુલ રૂ. ૨૯૦ કરોડ ૭૨ લાખ મંજૂર કરાયા હતા. જે પૈકી  મોરબી માળિયા વિધાનસભામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં ૯૫ કરોડના કામ  મંજૂર કર્યા હતા. આ મંજૂર થયેલા 171 કામો પૈકી 137 કામો પૂર્ણ  કરી દેવામાં આવ્યો હોવાનુ જ્યારે 32 કામ ચાલી રહ્યા છે તો  12 જેટલાં કામ  જુદા જુદાં પ્રશ્નોને લીધે પેંડીગ હોવાનું જણાવ્યું હતું.

 જીલ્લા પંચાયત ના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ આ તમામ કામો અને ભંડોળ માટે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર માન્યો હતો જેમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ જણાવ્યું હતું .કે જિલ્લા પંચાયતની ચાલુ વર્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થવા આવી છે. અને આગામી અઢી વર્ષમાં ફરી વાર  તક ન પણ મળે પરંતુ આજ દિન સુધી જે કામગીરી કરી છે તેમાં તેઓએ અધિકારીઓ આગેવાનો અને ભાજપના સિનિયર નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો . તેમજ કોઈ કારણ સર જે પણ વિસ્તારમાં મત  80 ટકાથી વધુ કામો પૂર્ણ કરી અને અવ્વલ નંબર પર રહી છે અને લોકો માટે સતત કાર્યરત રહી છે જે આગામી સમયમાં પણ રહેશે આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત ખાતે બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાખવામાં આવેલ પત્રકાર પરિષદ દરમિયાન મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW