HomeGujaratમોરબી ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટના બાદ સ્વજન ગુમાવનાર ભાઈ-બહેનનું દુઃખ રક્ષાબંધનના પર્વ...

મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટના બાદ સ્વજન ગુમાવનાર ભાઈ-બહેનનું દુઃખ રક્ષાબંધનના પર્વ માં આંસુ બનીને સરી ગયું 

મોરબીમાં આજથી દસ મહિના પહેલા ભલ ભાલાના કાળજા કંપાવી દેનાર ઝૂલતા પુલ તૂટવાની દુઘર્ટના સર્જાઈ હતી જેમાં અનેક પરિવારના લાડકવાયાને ગુમાવવા પડયા હતા કેટલાય પરિવારના દીકરા ગુજરી જતાં દીકરી ભાઈ વિહોણી બની ગઈ હતી તો કેટલાય ભાઈની બહેન જતી રહેતા આજે રક્ષા બંધનમાં રાખડી વીના સુના હાથ રહ્યા હતા .

આવા જ કેટલાક પરિવારને દિવ્ય ભાસ્કરની ટીમ મળી હતી અને તેની વેદના જાણવા પ્રયાસ કર્યા હતા મોરબીના બૌધન ગર વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મકવાણા ના ઘરે પહોંચ્યા હતાં દુર્ઘટનામાં ખીમજીભાઇ ની એકની એક લાડકી દીકરી પૂજાનું અવસાન થયું હતું. પૂજાના અવસાન. બાદથી તેમના પરિવારની ખુશી છીનવાઈ ગઈ છે નિલેશ અને કાર્તિકની લાડકી બહેનનું મોત થતાં આજે આટલા વર્ષો બાદ બન્ને ભાઈ માટે  રક્ષા બંધન પર્વ સુનો બની ગયો હતો.તેઓ આજે પણ તેમની લાડકી દીકરીને જોઈએ આંખમાંથી આંસુ સરી પડ્યા હતા તો આવી સ્થિતિ ખીમજીભાઇ પત્ની વિજયાબેન ની છે તેના અમદાવાદ ખાતે રહેતા ભાઈ અશોક અને તેના ભાભીનું અવસાન થયુ હતું તેઓએ ત્રણ ભાઈ પૈકી એક ભાઈ દીકરી અને ભાભી ને ગુમાવ્યા હતાં. આજે પણ વિજયાબેન  તેના સ્વજનને યાદ કરી રડવા લાગે છે.

આવી સ્થિતિ સો ઓરડી નજીક આવેલા વરિયાદેવ મંદિર પાસે રહેતા મકવાણા પરિવારની છે. મહેશભાઈ મકવાણા જે તે દિવસે તેના પુત્ર, ભત્રીજા ને લઈને બહાર જમવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જોકે દુર્ઘટના થતાં મહેશભાઈ તેનો પુત્ર યુવરાજ અને ભત્રીજા ગિરીશ નું અવસાન થયું હતું આજે રક્ષા બંધન પર્વ નિમિતે વંદનાબેન, ભૂમીબેન તેના વહાલા ભાઈઓની તસવીર સામે બેસીને તેને યાદ કર્યા હતા.આજે આં રક્ષા બંધનનો પર્વ ભાઈ વિનાનો સુનો થઈ ગયો હોય તેવી સ્થિતિ બની હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW