મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ સમયસર આવતા વાવણી લાયક વરસાદ થયો હતો અને તેના કારણે થતા ખેડૂતો એ ચોમાસું પાક માટે વાવેતર કરેલ છે. તેઓના પાક પણ ખુબ જ સારો એવો થયો છે. જૂન અને જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ થાય બાદ ઓગસ્ટ મહિનો કોરોકટ્ટ રહ્યો હતો.અને તેના કારણે હાલ ઉભા મોલ સૂકવવા લગતા ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે.
અત્યારે વરસાદની ખાસ તાતી જરૂરિયાત છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં અગામી એક સપ્તાહ સુધી કોઈ વરસાદની શક્યતા નથી આવા સંજોગો માં જો હાલમાં તાત્કાલિક પાકને પાણી નાં મળે તો ખેડૂતો એ કરેલ ખર્ચ અને મહેનત છતાં પાક સુકાઈ રહ્યો છે.જેના કારણે હવે પાકને વહેલી તકે પિયતની જરૂરિયાત ઉદ્ભવી છે.ત્યારે મોરબી જીલ્લા માં આવેલા ડેમ જેવા કે મચ્છુ -૧, મચ્છુ -૨, મચ્છુ -૩, ડેમી-૧, ડેમી-૨, ડેમી-૩, ધોડાધ્રોઈ, ભ્રામણી -૧,૨, તેમજ અન્ય ડેમો તેમજ નર્મદા યોજના ની ત્રણ બ્રાંચ કેનાલો, માળિયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ દ્વારા. મોરબી વિસ્તારનાં ખેડૂતો ને પોતાનો પાક બચાવવા ખરીફ પાક માટે સિંચાઈનું પાણી તાત્કાલિકનાં ધોરણે આપવામાં આવેતે જરૂરી છે જેથી આ નિર્ણય મોડો લેવામાં આવશે તો પછી પાક બચશે નહી. ખેડૂતોને તે પાણી નો કોઈ ફાયદો નહી થાય. અને પાણી પણ બગડશે, જેથી તાત્કાલિક નિર્ણય લઈને સિંચાઈ માટે પાણી આપવા આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

