HomeGujaratમોરબીના ગામડામાં ચાલતી કામગીરીનું થશે ઓચિંતું ચેકિંગ, DDOએ 24 અધિકારીને સોપ્યું કામ

મોરબીના ગામડામાં ચાલતી કામગીરીનું થશે ઓચિંતું ચેકિંગ, DDOએ 24 અધિકારીને સોપ્યું કામ

મોરબી જિલ્લા પંચાયત હસ્તકની 362 ગ્રામ પંચાયત વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારની કામગીરી ચાલી રહી છે. જેમાં ગ્રામ પંચાયત કચેરીએ કરવાની થતી કામગીરી ઉપરાંત ICDS,આરોગ્ય વિભાગ , પ્રાથમિક શિક્ષણ વિભાગ , બાંધકામ, સિંચાઈ,પશુપાલન, ખેતીવાડી, મનરેગા વગેરે મુખ્ય 8 વિભાગની કામગીરી થતી હોય છે આ કામગીરી અલગ અલગ ગામમાંથી અનેકવાર કામગીરીમાં નિયમિતતા તેમજ ગુણવતાને લઇ પ્રશ્ન ઉભા થતા હોય છે તો કેટલાય ગામમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક,શિક્ષકો, વીસીઈ કે આંગણવાડી અને આરોગ્ય કર્મીઓ હાજર ન રહેતા હોવાની પણ ફરિયાદ ઉઠતી રહે છે આવા કામમાં ગેરરીતી બાબતે ફરીયાદી કે ગામના આગેવાનો જાગૃત હોય તો ફરિયાદ કરવા વડી કચેરી સુધી આવતા હોય છે તો કેટલાય ગામ એવા છે જેની ફરિયાદ લોકો સુધી પહોચતી નથી. જેના કારણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અનેક યોજનાના લાભ છેવાડા લોકોને યોજનાના લાભ મળી શકતા નથી પરિણામે પ્રજામાં સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો તૂટે છે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતી કામગીરી અને તેની ગુણવતા અંગે નિરક્ષણ થઇ શકે તેમજ ગામડાના છેવાંડાના લોકો સુધી પહોચી શકે તે માટે ગ્રામ પંચાયત વિસ્તારમાં સીનીયર અધિકારીઓને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની જવાબદારી સોપી છે જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 1 અને વર્ગ 2 ના 24 અધિકારી સપ્તાહમાં 2 ગ્રામ પંચાયતનું સર પ્રાઈઝ ચેકિંગ કરશે અને કામગીરીનું મૂલ્યાંકન કરશે. જેમાં પ્રાથમિક શાળામાં શિક્ષકો નિયમિત આવે છે કે કેમ?, બાળકોને બપોરના સમયે નિયમ મુજબ પૌષ્ટિક ભોજન મળે છે કે નહી ?શાળામાં સીસીટીવી કેમેરા છે કે નહી અભ્યાસ બરાબર ચાલે છે. આરોગ્ય કેન્દ્રમાં તબીબ નિયમિત આવે છે આરોગ્ય કેન્દ્રમાં દવા અને જરૂરી ઇક્વિપમેન્ટ ચાલે છે. આંગણવાડીમાં સફાઈ, મકાન કાર્યકરો ની હાજરી, સફાઈ અને શૌચાલય સુવિધા ઉપરાંત બાળકોને મળતા આહારની ગુણવતા સગર્ભા અને કિશોરીઓને જરૂરી કીટ મળે છે કે કેમ આર ઓ પ્લાન્ટ છે કે નહિ હોય તો તે ચાલુ છેકે નહી ? મનરેગા અંતર્ગત ચાલતી કામગીરી માં શ્રમિક પાસે જોબ કાર્ડ છે ?,તેમને મળતું વેતન અપડેટ થાય છે કે નહી ?કામ કેવી ગુણવતા અને કેટલા સમયથી ચાલે છે તેની પણ ચકાસણી કરશે

આ ટીમ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરી અને જાહેર ચોકમાં સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ,રોડ રસ્તા, ગ્રામ પંચાયતને ફાળવેલા સફાઈના વાહનોનો ઉપયોગ થાય છે કે નહી વગેરે કામગીરીનું પણ નિરક્ષણ કરશે આ તમામ કામગીરીના નિરીક્ષણ માટે એક ચેક-લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જે પણ અધિકારી ત્યાં જશે તે ચેક લીસ્ટનું એક ફોર્મેટ તૈયર કરેલ છે તે મુજબ ચકાસણી કરી તેનો રીપોર્ટ જિલ્લા પંચાયત ખાતે જમા કરાવશે અને આ રીપોર્ટનું બીજા 8 અધિકારી દ્વારા ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવશે અને તે કામગીરી કેટલી ગુણવતા યુક્ત થયું છે તેની પણ ચકાસણી કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW