જ્ન્માષ્ટમી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ એવા ગોકુળ આઠમને ઉજવવા ઠેર ઠેર તૈયારીઓ તેજ થવા લાગી છે. ત્યારે મોરબી તાલુકાના બગથળા ગામમાં અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિતે શોભા યાત્રાનું આયોજન કરેલ છે. શોભાયાત્રા ગૌ સેવા ચોકથી સવારે ૭.૩૦ કલાકે નીકળશે.આખા ગામમાં ફરશે અને ચોકમાં મટકી ફોડ કરવામાં આવશે. આં શોભાયાત્રામાં ગામના યુવાનો દ્વારા અલગ-અલગ પ્રકારના ભાતીગળ ડ્રેસ અને દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલ છે. આં શોભાયાત્રા નકલંક મંદિર બગથળામાં પહોંચશે ત્યારે મહંત દામજી ભગત સ્વાગત કરશે. શોભાયાત્રામાં જોડાવવા માટે બગથળા ગ્રામજનોને આમંત્રણ આપવામા આવ્યું છે.આં શોભાયાત્રા અભિલાષા ગરબી ચોક માં મટકી ફોડ કરી ને ત્યાં લીંબુ સરબત અને પ્રસાદ આપી ને સમાપન કરવામાં આવશે.

