HomeGujaratમોરબીમાં આવી પહોંચેલા પાકીસ્તાની પરિવારના વિઝા પ્રકિયા અંગે પોલીસ, ક્લેક્ટર તંત્ર હજુ...

મોરબીમાં આવી પહોંચેલા પાકીસ્તાની પરિવારના વિઝા પ્રકિયા અંગે પોલીસ, ક્લેક્ટર તંત્ર હજુ પણ અવઢવમાં

પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે ત્યાં વસતા નાગરિકો એન કેન રીતે દેશ છોડવા મજબૂર બન્યા છે અને જેને જે રીતે તક મળે તે રીતે દેશમાં આવી રહ્યા છે ત્યારે આવા જ આઠ પરિવારના45 જેટલા સભ્યો ત્રણ મહિના પહેલાં હરીદ્વારમાં યાત્રા વિઝા પર આવ્યા બાદ તેઓએ પરત જવાની ના પાડી દીધી અને હરિદ્વાર છોડી રાજસ્થાન ગુજરાત એમ અલગ અલગ સ્થળોએ જઈ ભારતમાં શરણ લેવાં મથી રહ્યા છે.બે દિવસ પહેલા બનાસ કાઠા પોલીસ તંત્રની લેખિત સુચના આધારે તેઓએ જિલ્લો છોડી મોરબી આવી પહોંચ્યા હતા.જે અંગેની જાણ મોરબીના કોળી સમાજના અગ્રણીને થતાં તેઓ તમામ ને કોળી સમાજ ખાતેની સમાજ વાડીમાં રહેવાની સગવડ કરી આપી હતી.
બીજી તરફ આ પરિવારના વિઝાની મુદત લંબાઈ શકે તે માટે આં પરિવારના આગેવાનો સાથે લઇ અલગ અલગ કચેરીમાં ફરી રહ્યા છે.બે દિવસ પહેલા તેઓ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીને પણ મળ્યા અને સમગ્ર હકીકત અંગે જાણકારી આપતા તેઓએ નીચેના સ્ટાફને a અંગે તપાસ અર્થે રવાનાં કરો હતી બીજી તરફ
હરિદ્વાર ખાતેના પોલીસના વિઝા શરતો ભંગ થવા અંગેની જાણકારી સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી અને આ અંગે જોગવાઈ અંગે તપાસ હાથ ધરી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે પાકિસ્તાની પરિવાર વિઝા શરતો અંગે ભંગ કરી મોરબીના આવ્યા હોવાની જાણ થતાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી છે .વિઝા વાયોલન્સ અંગે પ્રકિયા અંગે તપાસ કરીએ છીએ આં ઉપરાંત તેના વિઝા વધારવા અંગે અરજી હરીદ્વાર થી કરવી કે મોરબી થશે તે અંગે કહેવું વહેલી થશે જેથી તપાસ બાદ વધુ માહિતી જાહેર કરી શકાશે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW