મોરબીની નીલકંઠ કોમર્સ સ્કુલમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત બિઝનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુથી યોજાયેલા આ બિઝનેસ ટોકમાં -ગેસ્ટ લેક્ચર તરીકે મોરબી સિરામિક એસોસિએશન વોલ ટાઈલ્સ એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયા, ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ સ્વાવલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક જીલેશ કુમાર બી.કાલરીયા તેમજ ,ભાવિશાબેન સરડવા-સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને અધ્યયન મંડળમાં અગ્રણી,તેમજ સમાજ સેવક અને ઉદ્યોગસાહસિક એવા મધુસૂદન ભાઈ પાઠક સહિતના મહેમાન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને બાળકોને જોબ સિકર ને બદલે જોબ ગીવર બનવાં, સરકારી નોકરી માટે મહેનત કરવાને બદલે આત્મ નિર્ભર બની દેશમાંથી બેરોજગારી ને કંઈ રીતે દૂર કરી શકાય. તેના વિશે માહિતી આપી હતી આ ઉપરાંત લઘુ ઉધોગ ને પ્રોત્સાહન આપી રોજગારી ઊભી કરવી, વોકલ ફોર લોકલ ને ખરા અર્થમાં સફળ બનાવવાં, વિદેશી ચીજવસ્તુ ને બદલે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ વધારવાં,ભારતની આર્થિક પરિસ્થિતિને સુધારવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ આર્થિક ઉપાર્જન ના સાધનો વિકસાવી દેશને સમૃદ્ધ બનાવો અને દેશની જીડીપીમાં પોતાનું યોગદાન કઈ રીતે આપવું તે વિશે સમજણ આપવામાં આવી હતી.આ તકે નીલકંઠ વિદ્યાલય ના દરેક કાર્યક્રમમાં તત્પર રહેતી વિદ્યાર્થીનીઓ બોડા યશ્વી હરેશભાઈ,ભીમાણી, બંસી સવજીભાઈપરમાર, શિવાલી નરેન્દ્રસિંહ અને વજરિયા ક્રિષા હેમલભાઈ કે જેઓએ “નયા ભારત-આત્મનિર્ભર ભારત-2023” કાર્યક્રમ ને સફળ બનાવવામાં ઓર્ગેનાઈઝર અને વોલન્ટિયર તરીકે અમૂલ્ય યોગદાન આપેલ હતું તે બદલ તેઓને ઇનામ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને બિઝનેસ ના કૌશલ્યોનું માર્ગદર્શન આપવા બદલ તેમજ ન્યૂ સ્ટાર્ટ અપ દ્વારા વધુ રોજગારી નું સર્જન કરી સ્વાવલંબી ભારત બનાવવા બાબતે માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા મુખ્ય આમંત્રિત મહેમાનોને પુસ્તક અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

