HomeGujaratમોરબી જિલ્લા માં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો...

મોરબી જિલ્લા માં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમા મતદાર નોંધણી ઝુંબેશને લઈને મતદાતા ચેતના અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામા માર્ગદર્શનમાં નગર પાલિકા વિસ્તાર શહેર ભાજપ મંડળ તેમજ તાલુકા કક્ષા  તાલુકા ભાજપ મંડળની શિબીર યોજાઈ હતી.

આ શિબિરમા આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં ચૂંટણી તંત્ર દ્વારા જે મતદાર સુધારના કામગીરી ચાલી રહી છે તેમાં કાર્યકરો ને સહયોગ કરવા  અને 18 વર્ષ ના તમામ નવા મતદારો થી લઇ જે મતદાતાને સુધારણા કરવાના હોય કે મતદાર યાદીમાં નામ ચડાવવા સહિતની કામગીરીમાં સહયોગ આપવા સુચના આપવામાં આવી હતી સાથે સાથે ગઈ કાલે ભારતની સ્પેસ એજન્સી ઈસરો દ્વારા ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ મા ચંદ્રયાન-3 નુ સફળ લેન્ડીંગ કરનાર ભારત દેશની ઐતિહાસિક અને ગૌરવપુર્ણ ધટના ને સ્ટેડીંગ ઓવેશન આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇસરોના વૈજ્ઞાનિકો ને તાળીના ગળગળાટથી અભિનંદન પાઠવ્યા હતા.

મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકા અને શહેરી વિસ્તારની શિબિરમાં પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી તેમજ કાર્યકરો જોડાયા હતા. અને આ શિબિરનું સફળતા પૂર્વક આયોજન કરાયું હોવાનુ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW