મોરબીમાં એક વ્યક્તિ દ્વારા તેના મિત્રને ઉધાર પેટે રૂ 7 લાખ આપ્યા હતા જેના ચૂકવણા માટે પેલા મિત્રએ રૂ 7 લાખનો ચેક આપ્યો હતો પરંતુ આ ચેક જયારે યુવાને બેંક માં જમા કરાવ્યો ત્યારે આ ચેક રીર્ટન થયો હતો જેથી શરુઆતમાં ચેકબીજો આપવા રૂપિયા આપી જવા જણાવ્યું હતું પરંતુ આ રકમન પરત મળતા અંતે કોર્ટમાં કેસ થયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી હતીઆ ઉપરાંત વ્યાજ સાથે બમણી રકમ ચુકવવા આદેશ કર્યો હતો
આ કેસની મળતી માહિતી મુજબ મોરબી શિવરાજસિંહ જાડેજાએ તેના મિત્ર આદિત્ય દિનેશભાઈ ઠોરિયાને મિત્રતાના દાવે રૂ 7 લાખ આપ્યા હતા અને બાદમાં પરત આપવાની વાત થઈ હતી. થોડા સમય બાદ આદિત્યે રૂ 7 લાખનો આઈડી બી આઈ બેંક નામનો ચેક આપ્યો હતો જે એકાઉન્ટ પે હતો જેથી ફરીયાદી શિવરાજ સિહે આ ચેક બેંકમાં જમા કરાવ્યો હતો જ્યાં ચેક રીટન થયો હતો આ ચેક રીટર્ન થતા અંતે શિવરાજ સિહ જાડેજાએ કોર્ટમાં તેના વકીલ મારફતે ફરિયાદ કરતા બીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી કે ચંદાણીની કોર્ટમાં ચાલતો હતો . કોર્ટમાં બન્ને પક્ષની દીલીલ અને પુરાવા રજુ કરવામાં આવ્યા હતા જેના આધારે બીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ મ ડી કે ચંદાણી એ આ કેસમાં આરોપી આદિત્યને કસુર વાર માની એક વર્ષની કેદ\ની સજા ફટકારી હતી સાથે સાથે આરોપીએ ફરિયદિને વ્યાજ સહીત બમણી રકમ ચુકવવા આદેશ કર્યો હતો
| ReplyForward |

