HomeGujaratમોરબીની ૯ ફેકટરીના લાખો રૂપિયા ઓળવી જનારા ચેન્નઇના વેપારીએ નાદારી માટે કરેલી...

મોરબીની ૯ ફેકટરીના લાખો રૂપિયા ઓળવી જનારા ચેન્નઇના વેપારીએ નાદારી માટે કરેલી ચેન્નઈ કોર્ટે અરજી ફગાવી 

કોર્ટમાં ખોટા આક્ષેપ કરી કેસ કરતા ઉદ્યોગકારોએ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો, કોર્ટે દલીલ માન્ય રાખતા ઉદ્યોગને થનાર મોટા નુકશાન થી બચ્યા 

 મોરબી સિરામિક ટાઈલ્સની નવ જેટલી ફેક્ટરી પાસેથી લાખોનો માલ ઉધાર લઈને ચેન્નાઈના રોયલ એન્ટરપ્રાઈઝ નામના વેપારી જાવેદ અહેમદ દ્વારા ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટમાં નાદાર થવા અરજી કરતા જેમાં નાદાર થવા માટેના વેપારીએ કોર્ટમાં મુખ્ય કારણો દર્શાવ્યા હતા જેવા કે વેપારીએ ખરાબ ગુણવત્તાવાળી ટાઈલ્સનું વેચાણ કરવામાં આવેલ હોવાથી, વર્ષ ૨૦૧૫ માં ચેન્નાઈમાં પુર પ્રકોપ, હોનારત આવેલ હોવાથી ટાઈલ્સનો જથ્થો ખરાબ થઇ ગયો હોવાથી, ટાઈલ્સના ધંધામાં આર્થિક મંદી આવેલ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવેલ હોવાથી ધંધામાં નુકશાન થયું છે અને શાહુકારો પાસેથી ૧૫ ટકા વ્યાજે રૂપિયા લઈને ધંધો કરવાની ફરજ પડી છે અને મોરબીના ટાઈલ્સના વેપારીઓ ફોન કોલ દ્વારા, પત્ની અને સ્કૂલે જતા બાળકો તેમજ વેપારીઓ દ્વારા ગુંડાઓ મોકલતા હોવાને કારણે વારંવાર ધમકીઓ આપતા હોવાથી નાદારી અરજી કરવાની ફરજ પડી છે

જે કેસમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની સેગમ ટાઈલ્સ પ્રા. લી. ના એડવોકેટ રમેશ બી દાવડા દ્વારા ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી નામદાર કોર્ટને જણાવ્યું હતું કે કંપની પાસેથી હાલના અરજદાર વર્ષ ૨૦૧૯ માં ઉધાર માલ ખરીદ કરેલ જેમાંથી ૫૦ ટકા રકમ જેવું પેમેન્ટ આપી બાકીની રકમ ચેક દ્વારા પૂરી કરીશું જે ચેક બેંકમાં વસુલવા માટે નાખેલ જે રીટર્ન થતા વેપારીને નોટીસ આપી હતી જે નોટીસના જવાબમાં તેના વકીલ જી.દયાશંકર મારફત જવાબ મોકલવામાં આવ્યો હતો અને છ મહિનામાં ચેક મુજબની રકમ પૂરી કરી આપીશું તેવું નોટીસમાં જણાવ્યું હતું

સમય થતા રોયલ એન્ટરપ્રાઈઝ સામે મોરબી કોર્ટમાં ૧૩૮ મુજબનો કેસ દાખલ કરેલ હોય જે મેટર આરોપીના વોરંટ પર હોય જેથી હાલના સ્ટેજે અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી ચાલવાપાત્ર કે ટકવાપાત્ર ના હોય જેથી રજૂઆત સાંભળી ચેન્નાઈ સીટી સિવિલ કોર્ટના જજ સચ્ચીદાનંદ સાહેબ દ્વારા અરજદાર દ્વારા નાદાર થવા અંગેના કોઈ લેખિત પુરાવા રજુ ન કરી સકતા કોર્ટે નાદારી અરજી રીજેક્ટ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW