HomeGujaratમોરબીના સિરામિક ઉદ્યોગને મળતા પીએનજીમાં પર ક્યુબિક1.90પૈસાના વધારા ઝીંકાયો,80લાખનું ભારણ વધશે

મોરબીના સિરામિક ઉદ્યોગને મળતા પીએનજીમાં પર ક્યુબિક1.90પૈસાના વધારા ઝીંકાયો,80લાખનું ભારણ વધશે

પ્રોપેન ગેસના ભાવ વધારા બાદ હવે પીએનજી માં પણ ભાવ વધારાથી ઉદ્યોગને બવેડો માર 

વૈશ્વિક બજારમાં ટકવા મથી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ પર ફરી એકવાર ભાવ વધારાનો ડામ ઝીંકી દેવાયો છે મોરબીના સિરામિક ઉદ્યોગના વપરાતા પીએનજી ગેસમાં ટેકસ સાથે પર ક્યુબિક  રું.1.90નો ભાવ વધારો ઝીંકાયો છે હવે સોમવારથી ઉદ્યોગને રું 40.43 માં ગેસ નું ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા વેચાણ કરવામા આવશે.આં નવા ભાવ વધારાથી ઉદ્યોગને આગામી દિવસોમાં 80 રું  લાખની વધારાનું ભારણ લાગવાનો અંદાજ છે 

વિશ્વના બીજા ક્રમમાં સિરામિક  પ્રોડકટના ઉત્પાદક એવા સિરામીક ઉદ્યોગ માં વપરાતા ઇંધણ પર  ખાનગી પ્રોપેન ગેસ વેચતી કંપની હોય કે સરકારી કંપની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા અવાર નવાર ભાવ વધારો ઝીંકવામાં આવતા હોય છે.તાજેતરમાં  પ્રોપેન  ગેસ ના ભાવમાં વધારો ઝીંકાયો હતો જેના કારણે ઉદ્યોગકારોને એક ફટકો પડ્યો હતો જોકે આ ઓછું હોય તેમ હવે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા પણ  પાઇપલાઇન ગેસના ભાવમાં ટેકસ સહિત રું. 1.90 જેટલો ભાવ વધારો ઝીંકી દેતા  દરરોજનું 80 લાખ રૂપિયાનું ભારણ વધવાની સંભાવના વધી છે. વૈશ્વિક બજારમાં સ્પર્ધામાં ટકવા નજીવા નફા સાથે વ્યવસાય કરતા સિરામિક ઉદ્યોગ પર અવાર નવાર ભાવ વધારાના ફટકા પડી રહ્યા છે જેના કારણે ઉદ્યોગની હાલત એક સાંધોને તેર તુટે તેવી હાલત થઈ ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW