ડેન્ગ્યુ ના કેસમાં પણ ઉછાળો છતાં માત્ર 3 કેસ જ નોંધાતા આશ્ચર્ય
મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ વચ્ચે પણ ભેજવાળું વાતાવરણ યથાવત છે.દિવસ દરમિયાન ઉકળાટ વચ્ચે છૂટા છવાયા વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે જેના કારણે મિશ્રા ઋતું જેવી સ્થિતિ સર્જાઇ છે અને તેના કારણે ફરીવાર બીમારી ધીમી ગતિએ માથું ઉચકી રહ્યું છે મોરબી જીલ્લામાં ખાસ કરીને મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મચ્છર નો ઉપદ્રવ વધી રહ્યો છે. ખાસ કરીને મેલેરિયા અને ડેંગ્યૂના કેસમાં ઉછાળો આવી રહ્યો છે તો તેની સાથે સાથે તાવ અને શરદી ઉધરસ ના કેસ પણ વધી રહ્યા છે.મોરબી જિલ્લામાં સરકારી ચોપડે છેલ્લા 20 દિવસમાં તાવ શરદી ઉધરસ ના માત્ર 370 દર્દીઓ કેસ જ નોંધાયા છે. તો મેલેરિયાના માત્ર19 અને ડેંગ્યૂના 3 કેસ જ સરકારી ચોપડે નોંધાયા હતાં.
ખાનગી કલીનિક બહાર ફરી વાર તાવ શરદી ઉધરસ ની તકલીફવાળા દર્દીઓની લાઈનો લાવવા માંડી છે તો શહેરી વિસ્તાર મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે આગામી દિવસોમાં ફરી એકવાર મેલેરિયા ડેન્ગ્યુ સહિતના દરદીઓમાં ઉછાળો આવે તેવી શક્યતા વધી છે.
તેમાં પણ ડેન્ગ્યુ ના કેસમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જિલ્લા આરોગ્ય વિભાગના સરકારી ચોપડે ડેંગ્યુના 3 કેસ નોંધાયા હતા તો જાન્યુઆરી થી જુલાઈ દરમિયાન સરકારી હોસ્પિટલમાં 14 અને ખાનગી હોસ્પિટલોમા 54 કેસ હતા જોકે ચાલુ મહિનામાં ખાનગી હોસ્પિટલમાં 15 દિવસમાં 45 કેસો નોંધાયા હોવાનું સામે આવે છે. નાના દવાખાનાના કેસ તો સામે આવ્યા જ નથી. એટલે ડેંગ્યુનો આક બહુ જ ચોકવનારો હોઈ શકે છે.
મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી બાંધકામ સાઈટ, ઇન્ડસ્ટ્રી વિસ્તાર, તળાવ અને નાના મોટાં વોકળા આસપાસ મચ્છર ની ઉત્પત્તિ સ્થળ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે ચકાસણી કરી ત્યારે અનેક વિસ્તારમા મચ્છર ઉત્પતિ થાય તેવા અનેક સ્થળ ટ્રેસ થયા હતા જોકે ત્યારે બાદ ફરી એકવાર જિલ્લામાં સઘન મચ્છર ઉત્પતિ થતી અટકાવવા ઝુંબેશ ચલાવવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે.

