મોરબીના રવાપર રોડ વિસ્તારમાં આવેલા શકિત ટાઉનશિપમાં રહેતા અને કાર લે વેચાણ નો ધંધો કરતા હિરેન શાંતિલાલ ચૌહાણે મહેસાણાના વિસનગરના વતની પિયુષ મહેશ પટેલ નામનાં શખ્સ વિરુદ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ
હીરેન ભાઈને આરોપી પિયુષ એ બલેનો કાર આપવાનું કહી વિશ્વાસમાં લીધાં હતાં અને એડવાન્સ પેમેન્ટ ના નામે રૂપીયા ૩૯૫,૦૦૦/- નું પી.એમ. આંગળીયા મોરબી મારફ્તે આંગળીયું કરાવી લીધું હતું જોકે બાદમાં આરોપીએ કાર ન આપતા તેની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળતાં તેઓએ તપાસ કરાવતા અને આ પિયુષ પટેલે જુનાગઢના – દીવ્યાંગભાઇ વિનોદભાઇ ચુડાસમા સાથે પણ મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર આપવાનું કહી વિશ્વાસમાં લીધાં હતાં અને રૂપીયા ૪,૯૫,૦૦૦/- નૂ પી.એમ. આંગળીયા જુનાગઢ થી આંગળીયું કરાવી લીધા બાદ તેમને પણ કાર આપી ન હતી અને તેની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી આમ આરોપીઓએ બન્ને લોકો સાથે રું.૮.૯૦ લાખની છેતર પીંડી કરી હોવાનું સામે આવ્યું હતું.હીરેન ભાઈની ફરીયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી પિયુષ પટેલ વિરુદ્ધ આઈ. પી.સી ૪૦૬,૪૨૦ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

