મોરબી નજીક ટીંબડી નજીક આવેલા પેટ્રોલ પંપમાં ગુરુવારે સવારે બાઈક સવાર લૂટની ઘટના બની હતી. પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીની સંડોવણી ખુલ્યા બાદ તેની આગવી ઢબે પૂછપરછ કરતાં અન્ય બે આરોપીના નામ ખુલ્યા છે જે બાદ પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી લુંટ કરાયેલ રકમ,બાઈક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ પોલીસે આ ઘટનામાં ફરાર ત્રીજા એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા. સાથે સાથે સહ આરોપી એવા પેટ્રોલ પંપના કર્મચારી ને જે તીક્ષ્ણ હથિયાર મારી ઈજા પહોંચાડી હતી તે હથિયાર પણ કબજે કરવામાં આવ્યું હતું.
મોરબી માળિયા નેશનલ હાઇવે પર ગુરુવારે મોડી રાત્રે પેટ્રોલ પંપમાં ફિલરનું કામ કરતો મૂળ રાજસ્થાનનો સગીર કામ કરતો હતો તે દરમિયાન પલ્સર બાઈક લઈને ધસી આવ્યાં હતા અને સગીરને કટર જેવા હથિયાર વડે હુમલો કરી પેટ્રોલ પંપના કલેક્શન માટે આવેલારું ૪૮ હજારની લુંટ ચલાવી હોવાની ચકચારી ઘટના બની હતી.ઘટનાની ફરીયાદ આધારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.જેમાં પંપના સીસીટીવી કેમેરાની તપાસ કરી ત્યારે કઈક અલગ જ ચિત્ર સામે આવ્યુ હતું. કારણ કે આ ઘટનામાં ભોગ બનનાર સગીર ખુદ આ લૂંટ માં સામેલ હોવાનું સામે આવ્યું હતું.સગીર પેટ્રોલ પંપમાં હતો તે વખતે બાઈકમાં આવેલા શખ્સોની હરકતોએ ભાંડો ફોડ્યો હતો. બનાવ વખતે કર્મચારી ને છરી મારવાનો બનાવ ઊભો કર્યો હતો.ખુદ કર્મચારી જ છરી મારવા હાથ લબાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને લૂંટનો બનાવ અસલી દેખાઈ તે માટે પોતાનું જ લોહી ત્યાં વહેવડાવી દીધું હતું ઘટનામાં પોલીસે રાજસ્થાનના અજમેર જિલ્લાના મેવાસા ના વતની નરેન્દ્રસિંગ દિલીપ સીંગ રાવત તેમજ રાજસ્થાનના j રાજસમંદ જિલ્લાના વતની ઠાકુર સીંગ ભેરો સિંહ રાવત ને ઝડપી લીધા હતાઅને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આ ઘટનામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું હતું. સાથે સાથે ઘટનામાં સંડોવાયેલા ત્રીજો એક શખ્સ ફરાર હોય જેને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી

