મોરબી માળિયા નેશનલ હાઇવે પર ટીંબડી ગામ પાસે આવેલા શિવાનંદ પેટ્રોલ પંપ ધરાવતા રોહિત દુર્લભજીભાઈ છનીયારા પેટ્રોલ પંપમાં કામ કરતા રાહુલસિંગ વિક્રમ સિંગ નામનો કર્મી કામ કરતો હતો તે દરમિયાન એક કાળા કલરના પલ્સર બાઈકમાં બે શખ્સ આવી પહોચ્યા હતા અને રાહુલના હાથમાં કટર જેવા તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી તેની પાસે પેટ્રોલ વેચાણ થકી આવેલા રૂ 48 હજાર છીનવી લીધા હતા અને આ રકમની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.બનાવને પગલે પેટ્રોલ પંપમાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો.ઈજાગ્રસ્ત હાલતમાં રાહુલસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પેટ્રોલ પંપ કર્મી સાથે લૂંટની ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ સક્રિય થઇ હતી મોરબીના તમમાં રોડ પર નાકાબાંધી કરી વાહનોની ચકાસણી કરી હતી . તો તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી એસઓજી સહીતની ટીમ સર્કીય થઇ હતી અને નેશનલ હાઇવે અને આસપાસના હોટેલ અને અન્ય સ્થળના સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની ક્લાકમાં લૂંટ ચલાવનાર મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના નરેન્દ્રસિંગ દીલીપસિંગ રાવત તેમજ ઠાકુરસીંગ ભૈરવસીંગ અમરસીંગ રાવત નામના શખ્સને ઝડપી લીધા હતા અને તેની વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

