દેશભરમાં 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી . દેશના પાટનગર દિલ્હીથી ગ્રામ પંચાયતની નાની શાળામાં ઠેર ઠેર આજે આન બાન અને શાનથી દેશના ત્રિરંગાને ફરકાવવામાં આવ્યો હતો તેને સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતુ અને દેશની આઝાદી માં તન મન ધનથી પોતાની આહુતિ આપનાર તમામ શહીદોને યાદ કરવામાં આવ્યા હતા .

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા તાલુકા ખાતેની દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે કરવામાં આવી હતી . જિલ્લા કલેકટર જી. ટી પંડયા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી . બાદમાં જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામ અને ભવિષ્યના મોરબી ના આયોજન લઈને પ્રજાને સંબોધન કર્યું હતું માં વિવિધ સંસ્થા સાથે અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકોનું સનમાન કરી અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું .આં કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા, ડીડીઓ, ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના હોદેદારો ચુંટાયેલા સદસ્યો ઉપરાંત પ્રજાજનો જોડાયા હતા
મોરબી શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે મોરબી શહેર મામલતદાર એચ.આર. સાંચલા મુખ્ય અતિથિ તરીકે ધ્વજ વંદન કરી પરેડની સલામી આપી હતી .મોરબી પાલિકા કચેરી ખાતે પણ ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ઇન્ચા.ચીફ ઓફિસર ડે.કલેકટર હળવદ હર્ષદીપ આચાર્ય ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું
મોરબી તાલુકા કક્ષાનો પર્વ જૂના નાગડાવાસ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી મોરબી તાલુકા મામલતદાર એન.એચ.મહેતા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત મોરબી જિલ્લાના તમામ ગ્રામ પંચાયત વિસ્તારની પ્રાથમિક શાળા માધ્યમિક શાળા કોલેજો તમામ સ્થળે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં કરવામાં આવી હટી

