HomeGujaratમોરબીમાં બંગાળી કારીગરોએ સ્વતંત્રતા દિવસ પર ધ્વજ વંદન સાથે રક્તદાન કેમ્પનું કર્યું...

મોરબીમાં બંગાળી કારીગરોએ સ્વતંત્રતા દિવસ પર ધ્વજ વંદન સાથે રક્તદાન કેમ્પનું કર્યું આયોજન

મોરબીમાં બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિયન દ્વારા સ્વાતંત્ર્ય દિવસના શુભ અવસર પર ધ્વજવંદન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સ્વાતંત્ર્ય દિવસના શુભ અવસર પર સવારે 8 કલાકે ગ્રીન ચોક,મોરબી ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ “રક્તદાન જીવનદાન, રક્તદાન મહાદાન” ના સૂત્રને સાર્થક સાબિત કરવા માટે મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિયન અને સંસ્કાર બ્લડ બેન્ક ના સહયારા પ્રયાસથી સમાજને ઉપયોગી થાય એવું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પની પહેલ અનિલભાઈ,રામભાઈ,મોહિતભાઈ,હફીજુલભાઈ,સંજીતભાઈ,તુષારભાઈ,સંજયભાઈ,મુકેશભાઈ તથા ગ્રુપના તમામ સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર તમામ વ્યક્તિને નિ:શુલ્ક બ્લડ ચેક કરી આપવામાં આવેલ તથા બ્લડ ડોનેશનનું પ્રમાણપત્ર અને દિવાલ ઘડીયાલ ભેટ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબીની જનતાએ હોશે હોશે ભાગ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW