HomeGujaratપ્રદેશ ભાજપ અધ્યક્ષ મયંકભાઇ નાયકનું મોરબી, સુરેન્દ્રનગર બક્ષીપંચ દ્વારા સન્માન કરાયું

પ્રદેશ ભાજપ અધ્યક્ષ મયંકભાઇ નાયકનું મોરબી, સુરેન્દ્રનગર બક્ષીપંચ દ્વારા સન્માન કરાયું

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ત્યારે વિવિધ પક્ષ દ્વારા તેમના મતદારો સુધી પહોંચવા અલગ અલગ મોરચા અને સેલના હોદેદારો ફરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ મોરબી જીલ્લા મોરબી,સુરેન્દ્રનગર બક્ષીપંચ દ્વારા મોરબી ખાતે ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું. પ્રજાપતિ સમાજ, વ્યાસ સમાજ ભરવાડ સમાજ અલગ અલગ 25 થી પણ વધારે બક્ષીપંચ અગ્રણીઓએ તેમનું સન્માન કર્યુ હતું.
અધ્યક્ષ મયંકભાઇ નાયક, યોગેશભાઈ ગઢવી, કાંતિભાઈ અમૃતિયાએ ઓબીસી સમાજને મળતા લાભો લેવા અને છેવાડાના માનવી સુધી આ લાભો પહોચાડવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યુ હતુ.અનેક ઐતિહાસિક નિર્ણયો લેનાર પ્રધાનમંત્રી આજે વિશ્વકક્ષાના લોકપ્રિય નેતા બનવા સાથે ગુજરાત, ભારતનું નામને પણ શિરમોર બનાવ્યાનું જણાવ્યુ હતુ.આ તકે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ યોગેશભાઈ ગઢવી, ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા પંચાયત પ્રમુખ, મહામંત્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW