સૌરાષ્ટ્ર ભરમાં યુવાનો અને બાળકોમાં નાની વયે હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.અગાઉ ઘણા કિસ્સા સામે આવ્યા છે. ૧૨-૧૫ વર્ષના બાળકો માંડી ૩૫-૪૦ વર્ષના યુવાનો જેમાંલ્લ હસતાં રમતા ગરબે ઘુમતા કે વાતો કરતા કરતા અચાનક ઢળી પડવાની ઘટનાં બની હતી ત્યારે મોરબીમાં પણ એક આવી ઘટનાં સામે આવી છે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામમાં આવેલા આસોપાલવ સોસાયટીમા રહેતાં ૪૦ વર્ષના ગિરીશ ડુંગરભાઈ કાવરને ગત તા ૧૨ ના રોજ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો જેથી ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું અવસાન નિપજ્યું હતું. નાની વયમાં જ યુવકના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું

