HomeGujaratમોરબી પાલિકાએ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વિના 200થી રેકડી ધારકોને હટાવતા લોકો...

મોરબી પાલિકાએ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વિના 200થી રેકડી ધારકોને હટાવતા લોકો બેકાર થયા

40થી વધુ રેકડીઓ કેબિનો હટાવાયા,સરદાર બાગ પાસે ની શાક માર્કેટ બંધ કરાવતા વેપારીઓમાં રોષ
મોરબી શહેરમાં મુખ્ય માર્ગો પર ઠેર- ઠેર કાચા પાકા બાંધકામ ખડકાઈ ગયા છે. જેના કારણે પાર્કિંગ ના પ્રશ્નો ઉભા થયા છે. પરિણામે ટ્રાફીક જામના દ્રશ્ય કાયમી બની ગયા છે.પાર્કિંગના અભાવે વાહન ચાલકો રસ્તા પર વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે અને કારણ વીના દંડ ભોગવવા મજબૂર બન્યા છે.શહેરનાં અવાર- નવાર શહેરીજનો દંડનો ભોગ બનતા હોય જેના કારણે દબાણ દૂર કરવામાં આવે તેવી માગણી ઉઠી હતી. દરમિયાન આજે અચાનક પાલિકાને સફાળી જાગી હોવાનો ડોળ કર્યા હતા. અને અલગ અલગ વિસ્તારમાં સવારે સરદાર બાગ સામે ભરતી શાક માર્કેટ વિસ્તારમાં પહોંચી હતી અને શાક માર્કેટના વેપારીઓને તાત્કાલિક હટાવી દેવાની પ્રકિયા હાથ ધરી હતી. જેના કારણે ત્યાં વેપાર કરતાં 200 જેટલા વેપારીઓની રોજી રોટી છીનવાઈ ગઈ હતી. જોકે તેઓએ પાલિકાએ આં વેપારીઓ માટે કોઈ રોજી રોટી માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં ન આવતાં ભારે વેપારીઓમાં રોષ ઠાલવ્યો હતો અને આ મુદ્દે કલેકટર કચેરીએ ધસી ગયા હતા.રજુઆત કરી હતી કે તેઓ અહી લાંબા સમયથી ધંધો વ્યવસાય કરતા હોય અને જો તેમને અહીથી દુર કરવામાં આવશે તો તેઓ બેરોજગાર બની જશે તેવી માગણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW