HomeGujaratમોરબીના રામપરા અભયારણ્યમાં પ્રકૃતિ ખોળે 19 સિંહની સંભળાય છે ત્રાડ, અહી તૈયાર...

મોરબીના રામપરા અભયારણ્યમાં પ્રકૃતિ ખોળે 19 સિંહની સંભળાય છે ત્રાડ, અહી તૈયાર થઈ રહી છે સિંહ નવી પેઢી

સિંહ અને આ સિંહનું નામ આવે એટલે ગિરનાર અને ગીર જંગલ યાદ આવે સૌરાષ્ટ્રના મુખ્ય ચાર જિલ્લામાં વસવાટ ધરાવતા સિંહની વિશે પ્રવર્તતી ખોટી માન્યતા માંથી લોકો બહાર આવે અને સાચી જાણકરી રાખી તેના સંવર્ધન માટે લોકો આગળ આવે તે હેતુથી ૧૦ ઓગસ્ટ ને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે.

મોરબી જેવા ઔધોગિક જિલ્લો કે જ્યાં જંગલ અને વન્ય પ્રાણીઓના દર્શન પણ દુર્લભ છે જેથી તેના વિશે કોઈ પણ જાણકારી નહિવત છે.તેમ છતાં આં જિલ્લામાં સરકાર દ્વારા સિંહની નવી પેઢી તૈયાર કરવાનું બીડું ઝડપ્યું હતું અને વાકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તારને ૧૯૮૮થી અભયારણ્ય વિસ્તાર જાહેર કરી માનવ અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં ૨૦૦૯થી સિંહ સંવર્ધન માટે જીનિંગ પુલ શરૂ કરાયું સામાન્ય માણસો ના પ્રવેશ પર સંપૂર્ણ પણે પ્રતિબંધિત કરાયેલા આ લગભગ૧૫૦૦ હેક્ટરમાં પથરાયેલા આં જીનિગ પુલમાં સિંહની નવી પેઢીને ઉછેરવા અને કોઈ પણ પ્રકારના માનવીય ખલેલ વીના પ્રાકૃતિક રીતે ઉછેરવાનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. મુક્ત મને વિહરતા આ જીનિંગ પુલમાં હાલ ૧૯ સિંહનો વસવાટ છે. જેમાં ૫થી વધુ સિંહ બાળ છે. તો૧૨ થી વધુ નર અને માદા સિંહ હાલ વસવાટ છે. તો આ તમામ સિંહ સિંહણ ના ખોરાક, તેના ઋતુ ચક્ર પ્રમાણે જરૂરી સગવડતા આપવા સહિતની કામગિરી પણ વન વિભાગ ની ટીમ દ્વારા જ કરવામાં આવે છે. આ અભ્યારણમાં૨૦૨૨માં૧૧ સિંહ સિંહણ અને બચ્ચાનો પરિવાર હતો જોકે આજની સ્થિતિ તેમાં વધારો થયો છે અને૧૯ જેટલી સંખ્યા થઈ ચૂકી છે

રામપરા અભયારણ્યમાં જન્મેલા અનેક સિંહ પુખ્ત વયના થયા બાદ તેને અન્ય સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.ભૂતકાળમાં કેવડીયા કોલોની ખાતે મોકલવામાં આવ્યા હતા.આં સિવાય સક્કરબાગ ઝુ ખાતે મોકલવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW