સ્વતંત્રતા પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજ્ય કક્ષાએ થી ક્યાં જિલ્લામાં ક્યા મંત્રી ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાશે તેં અંગેની યાદી પણ જાહેર થઈ ચૂકી છે. ત્યારે અલગ અલગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે મોરબી જિલ્લામાં આં સ્વતંત્રતા પર્વ માં કોઈ મંત્રી નહિ જોડાય પરંતુ ખુદ જિલ્લા કલેકટર દ્વારા જ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વ ઉજવાશે.
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આં વર્ષે ટંકારાના દેવકુંવરબા સંકુલ, ટંકારા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે . અને આ ઉજવણી ની તૈયારી અંગેની આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી
આ બેઠકમાં ગ્રાઉન્ડ, મંડપ, રાષ્ટ્રધ્વજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સ્ટેજ અને ડાયસ પ્લાન, સ્પીચ, પરેડ, પાર્કિંગ, ધ્વજ પોલ, ટ્રાફિક, પીવાના પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ, સાફ-સફાઈ વગેરે બાબતે સંલગ્ન વિભાગોને સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણ અંબારિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

