HomeGujaratમોરબીમાં સરકારી મિલકત પરના દબાણ પર જીલ્લા પંચાયતનું બુલડોઝર ફર્યું,ત્રણ જગ્યા ખાલી...

મોરબીમાં સરકારી મિલકત પરના દબાણ પર જીલ્લા પંચાયતનું બુલડોઝર ફર્યું,ત્રણ જગ્યા ખાલી કરવાઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મિલકત પૈકી જુની પુરાની મિલકતમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા દુર કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ગતા તા ૩ ના રોજ જર્જરિત મકાનો દુર કરવાનો પરિપત્ર કર્યો હતો અને મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ મળી હતી . આ અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેઓએ મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને સૂચના આપી તોડી પાડવા જણાવ્યું હતું. સૂચના મળતા જ મોરબી તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી અ.મ.ઈ. પાર્થ એસ પટેલ, જિલ્લા પંચાયત મોરબીના લીગલ એડઇઝર સંજયભાઈ નારોલ, વિસ્તરણ અધિકારી બી.જે. બોરાસાણીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા તેમજ મોરબી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એ.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ તથા તાલુકા પંચાયત ના સ્ટાફ ની સંયુક્ત ટીમ દ્વારા જર્જરિત બસ સ્ટેન્ડ તોડીને મોટી જાનમાલની નુકશાની થતા અટકાવવા માટેની કામગીરી કરવામાં આવી છે.

  મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે  આવેલા BRC ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા હોય  જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું હતું જેના આધારે ડીડીઓ દિગ્વીજયસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક દબાણ દુર કરવા સુચના આપવમાં આવી હતી આ સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારીએ તા-ગત તા ૩ ના રોજ ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને નોટીસો આપી કડક વલણ અપનાવી સાંજ સુધીમાં ગેરકાયદેસર કબજો દુર કરાવ્યો હતો.અને આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જર્જરિત આવાસો દુર કરવાની સૂચના મુજબ તાલુકા પંચાયત, પોલીસ સહીતની સયુક્ત ટીમેં જર્જરિત આવાસો તોડીને અંદાજે ૬૦૦૦ ચો.મી.નું દબાણ દુર કરવામાં આવ્યું છે તેમજ અંદાજીત ૧૬૦૦ ચો.મી.માં આવેલા જર્જરીત આવાસો તોડી પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત તા- ૨/૮/૨૩ના રોજ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ કર્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તલાટી કમ મંત્રી લાકડધારને ટેલીફોનીક સૂચના આપી તાત્કાલિક ૪ કલાક જેટલા ટૂંકા સમયમાં રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક દબાણ તથા તા-૩/૮/૨૩ ના ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ પણ દુર કરાવવામાં આવ્યું છે.

આમ, BRC ભવનની બાજુમાં આવેલા તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ દુર કરવાની કામગીરી, મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું જર્જરીત બસ સ્ટેન્ડ દુર કરવાની કામગીરી તથા લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટર અને ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલના દબાણ દુર કરવાની કામગીરી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ધ્યાને આવ્યા બાદ ૨૪ કલાકની અંદર જ દુર કરાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW