HomeGujaratટંકારાના મીતાણા ખાતે મહિલા ભાજપના આગેવાનોએ મિલેટસ જાગૃતિ કાર્યક્રમનું કર્યું આયોજન

ટંકારાના મીતાણા ખાતે મહિલા ભાજપના આગેવાનોએ મિલેટસ જાગૃતિ કાર્યક્રમનું કર્યું આયોજન

દેશ દુનિયામાં બાજરી અને અન્ય ધાન્ય પાક વિષે સમજણ આવે અને દુનિયાભરમાં લોકો તેનું મહત્વ સમજે તે માટે આ વર્ષેને મીલેટસ વર્ષ તરીકે ઉજવવા દેશના વડા પ્રધાન દ્વારા વૈશ્વિક મંચ પર પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને સ્વીકારી સમગ્ર વિશ્વ આ વર્ષને મીલેટસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે ત્યારે ભારતમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે અને શાળા કોલેજ આંગણવાડી તમામ સ્થળે આ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ના મીતાણા ગામ ખાતે પ્રદેશ ના મહીલા મોરચા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા ના માર્ગદર્શન હેઠળ મીલેટસના કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે જે કાર્યક્રમની અંદર મીલેટસ શુ છે કેટલા પ્રકારના મીલેટસ હોય કેવા પ્રકાર ના મીલેટસ ખાવા જોઈએ અને કયા પ્રકાર ના મીલેટસ નો ખાવા જોઈએ કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીરમાં શું શું ફાયદા થાય છે અને કયા પ્રકાર ના મીલેટસ ન ખાવાથી શરીર મા શુ શુ બીમારી થઈ શકે એ વિશે જાણકારી આપી હતી

આ તકે

ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા,મહામંત્રી જયશ્રીબેન સીનોજીયા,કોષાધ્યક્ષ જયાબેન જારીયા
મંત્રી શોનલબેન બારીયા,મંત્રી રંજનબેન મેરા સહિતના હાજર રહ્યા હતા અને માર્ગદર્શન અપાયું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW