મોરબીના પાવન પાર્કમાં રહેતા અને નવા જામ્બુડીયા પાસે આવેલા ગોકુલ મિનરલ નામની ફેકટરીમાં મેનેજર તરીકે કામ કરતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ ગોહિલ નામના યુવાને ફેકટરીના માલિક આનંદભાઈ કૈલાના કહેવાથી રાધે એન્ટર પ્રાઈઝ નામની શોપમાંથી રૂ ૭૦ હજારની કિમતના 2 બેલ્ટ ખરીદ્યા હતા જોકે ફેકટરીના માલિક આનંદ ભાઈએ રૂપિયા ચુકવવાની નાં પાડતા દુકાનદાર મયુરભાઈ મુંધવાએ ફોન પર ભાવેશ પાસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી હતી યુવાને શેઠ પાસે થી રૂપિયા લેવાનું કહેતા ભાવેશને મયુરે ધમકી આપી હતી જેથી ગભરાઈ જઈ યુવાને હાથમાં છરી મારી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

