મોરબીના ભક્તિનગર સસર્કલ વિસ્તારમાં એક શખ્સ ભારત -વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ મેચ પર ઓનલાઈન ગેર કાયદેસર મંજુરી વિના સટ્ટો રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે દરોડો પાડી વજેપર વિસ્તારના વિશાલભાઈ લાલજીભાઈ સોનગરા ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી એક મોબાઈલ અને રોકડ રકમ સહીત ૧૧,૫૦૦નો મુદામાલ ક્બ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આરોપી વિશાલની પૂછપરછ કરતા નવસારી જીલ્લાના ચીખલીના વતની અતુલ તેમજ ડીસાના અરમાન મેમણ નામની વ્યક્તિનું નામ ખુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ જુગાર અધિનિયમ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

