HomeGujaratમોરબી શહેરથી ભડીયાદ ગામ તરફ જવાના રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા અકસ્માત...

મોરબી શહેરથી ભડીયાદ ગામ તરફ જવાના રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા અકસ્માત વધ્યા

મોરબી શહેરથી ભડીયાદ ગામ જવાના રસ્તા આં ચોમાસામાં ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે નજરબાગ રેલવે સ્ટેશન પાસે એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાતા સ્થિતિ વધુ ગંભીર બની છે અહી સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી રાત્રીના સમયે ભયંકર અંધકાર છવાઈ જાય છે જેના કારણે અનેકવાર બાઈક ચાલકો નીચે પડી જતાં ઈજાગ્રસ્ત બન્યા છે. આ જ રીતે સાયન્સ કોલેજ પહેલા મોટાં ખાડા છે અહી પણ. સ્થિતિ આવી કફોડી બની છે. આ રોડ મોરબી પાલિકા અને જિલ્લા પંચાયત એમ બન્ને વિસ્તારને જોડતો વિસ્તાર આવેલા છે અને અહીથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.અહી દરરોજ અક્સ્માત સર્જાતાં હોવા છતાં આજ સુધી તંત્રને મેટલ નાખી કામ ચલાઉ રીતે રસ્તો રીપેર કરવાનું સૂઝતું નથી ત્યારે હવે આ ખાડામાંથી મુક્તિ મળશે તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW