HomeGujaratમોરબીના ગોર ખીજડીયામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અંગે સભાનું આયોજન

મોરબીના ગોર ખીજડીયામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અંગે સભાનું આયોજન

આજરોજ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામમાં મોરબી જિલ્લા કલેકટર જી ટી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને સભાનું આયોજન કરવામાં આવે આ સભામાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, નેનો યુરિયા ની સમજણ આપી હતી. મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા દ્વારા સભાના ઉદ્દેશ અને સરકારના સુશાસનના અભિગમની વિગતવાર સમજૂતી આપેલ અને ઉપસ્થિત ગ્રામજનોને પોતાના વ્યક્તિગત કે સામૂહિક જો કોઈ પ્રશ્ન કે રજૂઆત હોય તે રજૂ કરવા જણાવતા ગ્રામજનો દ્વારા પાણીના સંપની રજૂઆત થતા જિલ્લા કલેકટર એ તાત્કાલિક વાસમોના અધિકારીને પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા હુકમ કરવામાં આધાર કાર્ડની કીટ બાબતે રજૂઆત થતા તાલુકા વિકાસ અધિકારી મોરબીને તાત્કાલિક કીટ ફાળવવા સુચના આપી હતી. આ ઉપરાંત આંગણવાડી, પીજીવીસીએલ, કેનાલ વગેરેને લગતા પ્રશ્નો રજૂ થતાં જિલ્લા કલેકટરએ સંબંધીત વિભાગના અધિકારી પાસેથી વિગતો જાણી કેટલા સમયમાં પ્રશ્નનું નિરાકરણ થશે તેની જાહેરાત કરાવેલ અને મોરબી તાલુકા મામલતદારને આ બાબતોનું ફોલોઅપ લઇ પોતાને માહિતગાર કરવાનું જણાવતા ઉપસ્થિત ગ્રામજનોએ જિલ્લા કલેકટરને તાળીઓથી વધાવી ખુબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW