મોરબી શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલ છે સમાયંતરે શહેરમા અડધાથી લઇ એક ઇંચ સુધીના વરસાદ નોધાઈ રહ્યા છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળવાની અને ભૂગર્ભ ગટર ચોક અપ થવાની ફરિયાદ ઉઠી રહી છે .

ત્યારે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા તેમજ ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા ચિત્રકૂટ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું યોગ્ય નિકાલ કરવામાટે રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ નાળાને સાફ-સફાઈ કરવામાં આવી હતી યોગ્ય રીતે પાણીનો નિકાલ કરી અને આ સમસ્યાને દૂર કરી હતી તો બીજી તરફ શ્રીકુંજ સોસાયટી થી લઈ અને પંચાસર રોડ સુધી નાની કેનાલ રસ્તો સાફ કરી અને યોગ્ય મરામત કામગીરી કરવામાં આવી હતી.

આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળવા અને નાની કેનાલ રોડ પર વરસાદી પાણી ભરવાની સમસ્યા હતી અને તે અંગે પાલિકામાં અનેક વખત રજૂઆત બાદ અંતે પાલિકાએ સફાઈ અભિયાન ચલાવતા લોકોને હાલાકીમાંથી મુકિત મળશે

