HomeGujarat..તો મારા લાખ રૂપિયા થાય! ટકાવારી બાબતે ગ્રામ પંચાયતના સદસ્યો-કોન્ટ્રાક્ટરનો કથિત રેકોર્ડિંગ...

..તો મારા લાખ રૂપિયા થાય! ટકાવારી બાબતે ગ્રામ પંચાયતના સદસ્યો-કોન્ટ્રાક્ટરનો કથિત રેકોર્ડિંગ વાયરલ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં એક રોડના નબળા કામ થવા અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા રોડ રીપેર કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી પરંતું ગ્રામ પંચાયતના સરપંચ અને સદ્સ્યો આ આદેશને ઘોળીને પી ગયા હતા. અને રોડનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી હજુ આ ઓછું હોય તેમ નવા માલણીયાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ,સદસ્યો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંવાદનુ કથિત રેકોર્ડીંગ વાયરલ થયું છે જેમાં કોણે કેટલા ટકા લીધા અને કેવીરીતે લીધા તે બાબતે ચર્ચાઓ છે

જ્યારે આ સમગ્ર મામલાની વાત કરી એ તો નવા માલણીયાદમા સોસાયટીના મેઈન રોડથી ટપુ ઈશ્વરના ઘર સુધી બનાવેલા આરસીસી રોડ જે ત્રણ મહિનામાં તુટી જતાં તાલુકા વિકાસ અધિકારીએ રીપેરીંગ કરવા સુચના આપી હતી. પરંતુ આ રોડ હજુ પણ યોગ્ય રીતે રીપેર થયો નથી સાથે પંચાયત દ્વારા સિમેન્ટનો મેક અપ લગાવીને કામ પુર્ણ કરીને બિલ બાબતે બેઠક મળી હતી જેમાં રીપેરીંગનો ખર્ચ કોણ ભોગવશે તે સમયે કોઈએ રેકોર્ડિંગ કરીને વાયરલ કર્યુ હોવાનું મનાય છે જ્યારે આ કથિત વાયરલ રેકોર્ડિંગ અંગે અમે કોઈ પુષ્ટિ કરતાં નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW