મોરબી શહેરમાં પાલિકાની કામગીરી સાવ ખાડે ગઈ છે શહેરના મુખ્ય માર્ગો હોય કે વોર્ડ વિસ્તાર તમામ સ્થળે ડ્રેનેજ લાઈનની સફાઈના પ્રશ્ન યથાવત છે. લોકો ગમે તેટલી રજૂઆત કરે પરંતુ પાલિકા જાણે આંખ આડા કાન કરીને બેસી ગઈ હોય તેમ કામગીરી થતી નથી મોરબી એક વિસ્તારમાં તો હજુ ફરિયાદ વધે તો પાલિકા ક્યારે પહોચે પણ છે પરંતુ સામા કાઠા વિસ્તાર પ્રત્યે તો જાણે ઓરમાયું વર્તન હોય તેમ વોર્ડ ૩ અને 4 માં કામગીરી જ થતી નથી વોર્ડ ૩ માં આવતા રામ કૃષ્ણ નગર અને આસપાસના વિસ્તારમાં આવેલા અલગ અલગ રહેણાંક મકાનની મુખ્ય ડ્રેનેજ લાઈન રીપેર કે સફાઈ થતી નથી આ વિસ્તારના બ્લોક કયું 10થી15, આર 11થી 16 પી 6 થી 11,કયું 15 થી 16 સહિતના વિસ્તારમાં છેક 1988 માં ભૂગર્ભ લાઈન નાખવામાં આવી હતી જોકે ત્યરે બાદ તેની નિયમિત સફાઈ કરવામાં આવી નથી તો કેટલાય મકાન સામેના ભૂગર્ભ લાઈનના ઢાંકણ તૂટી ગયા છે પરંતુ આજ દિન સુધી રીપેરીંગ કરવા આવતા નથી.
આ વિસ્તારમાં સ્થિતિ એટલી હદે કથળી છે કે એક દોઢ ઇંચ વરસાદ આવે તો પણ આ વિસ્તારના કેટલાય મકાનમાં પાણી ઘુસી જાય છે આવા દુર્ગંધ યુક્ત પાણી ઘરમાં ઘુસી જતા બીમારીનો ખતરો મંડાઈ રહ્યો છે આ મુદે મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ વહેલી તકે આ ગટર લાઈન સાફ કરવા તેમજ જે પણ ખુલ્લા ઢાકણ છે તે વહેલી તકે બંધ કરવા માંગણી કરી છે જો આવા ખૂલ્લી ગટરમાં બાળક પડે તો જીવ જવાની ભીતિ વ્યક્ત કરી છે

