HomeGujaratમોરબી પાલિકાની પ્રાથમિક સમસ્યા ઉકેલ મુદે ધારાસભ્ય કાંતિભાઈએ બેઠક કરી,લોકોના પ્રશ્નનો હલ...

મોરબી પાલિકાની પ્રાથમિક સમસ્યા ઉકેલ મુદે ધારાસભ્ય કાંતિભાઈએ બેઠક કરી,લોકોના પ્રશ્નનો હલ કરવા તાકીદ

મોરબી પાલિકા સુપર સીડ થયા બાદથી વહીવટદાર શાસન આવ્યુ ત્યારે લોકોને તેમની સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે તેવી આશા જાગી હતી જોકે વહીવટદાર દ્વારા પાલિકાનું સ્વભંડોળ તળીયે હોવાનું જણાવી માત્ર પ્રાથમિક જરૂરિયાતના કામ હાથમાં લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું અને બિન જરૂરી ખર્ચ કાબુમાં લેવાનું કારણ આપી વહીવટદાર એન કે મુછાર દ્વારા ખાનગી એજન્સીના અલગ અલગ કોન્ટ્રાકટ રદ કરી કામગીરી પાલિકાના કમર્ચારી પાસે કરાવવાનો આગ્રહ રાખ્યો હતો જોકે શહેરના વિસ્તાર અને વસ્તીના કારણે પાલિકામાં સમસ્યા ઘટવાના બદલે વધારો થતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ પાલિકાના અધિકારી અને કર્મચારી સાથે બેઠક શરુ કરી છે ગયા મહીને આ અંગે બેઠક કર્યા બાદ આંજે ફરી પાલિકાના કર્મચારી સાથે બેઠક કરી હતી અને શહેરમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે સાથે શહેરીજનોની સમસ્યા ઉકેલ માટે વિવિધ વિભાગના કમ્પ્લેન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને તેમાં ફરિયાદ કરવા અપીલ કરવમાં આવી છે

મોરબી પાલિકાના મુખ્ય કમ્પ્લેઇન નંબર-02822 220551  ઉપરાંત આ નંબર ઉપર ફરિયાદ કરો અને કામ ન થાય તો એના માટે પાલિકાની જુદી જુદી શાખાઓ જેવી જે ગટર, પાણી, કચરા કલેક્શન અને લાઈટના કર્મચારીઓના પર્સનલ નંબર જાહેર કર્યા છે. જેમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કૃષ્ણસિંહ-9824926031, ભૂગર્ભ ગટર માટે બુચભાઈ-7778879876, સ્ટ્રીટ લાઈટ માટે પાટીલભાઈ- 8238666244 અને પીવાના પાણી માટે-9979800942 ઉપર લોકો પોતાની ફરિયાદ કોલ કરીને અથવા વ્હોટ્સઅપ પર નોંધાવીને ફ્લોઆપ પણ લઈ શકશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW