મોરબી પીપળી જેતપર રોડ પર ને ફોર લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે.ધીમી ગતિએ ચાલતી કામગીરી થી આમ પણ વાહન ચાલકો પરેશાન છે તો બીજી તરફ વરસાદના કારણે રસ્તા પણ કીચડ વાળો થઇ ગઈ ગયા છે અને આવા કીચડવાળા રસ્તામાં વાહન સ્લીપ થઇ જતા વાહન ચાલકોને ભારે હાલાકી થઇ રહી છે ત્યારે એક એસટી બસ અને ટ્રક કીચડમાં ફસાઈ જતા વાહન ફસાઈ ગયા હતા અને બન્ને વચ્ચે સામાન્ય ટક્કર પણ સર્જાઈ હતી સદનસીબે જાનહાની થઇ ન હતી
મોરબી પીપળી રોડને ફોર લેન પર ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહન ચાલકોને ભાઈ હાલાકી પડી રહી છે. તેમાં પણ હાલ વરસાદના કારણે કીચડ થવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જેથી ત્યારે આજે મોરબી પીપળી રોડ પર આવા કીચડ વાળા રસ્તા માં વાહન ચાલતા વાહન સ્લીપ થવાની ઘટના બને છે ત્યારે આજે પીપળી રોડ પર પાવડીયારી જવાના રસ્તે બ્લુઝોન પાસે વરસાદના કારણે ભારે કીચડ થઈ ગયો છે. જેના કારણે આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક એસટી બસ અને ટ્રક કીચડમાં ફસાયા હતા અને બન્ને વાહનો થોડા ટકરાયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી

