બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂંટુ ગામના વતની અને બેલા ગામ પાસે આવેલા યોગી કોમ્પલેક્ષના દુકાન ધરાવતા કૌશિક હરેશભાઈ લોદરિયા નામના યુવાને કાલે સવારે 10 વાગ્યા પહેલાં દુકાનમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક નો ધંધો બરાબર ચાલતો ન હોય અને તેના કારણે કેટલાક સમયથી ટેન્શન માં રહેતો હતો અને આ કારણે પગલું ભર્યા હોવાનું સામે આવ્યુ છે.હાલ આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરા તપાસ કરી રહ્યા છે.

