HomeGujaratમાળિયાના સુલતાનપૂરમાં જુના ઝઘડા મુદે બે પરિવાર વચ્ચે ધોકા પાઈપ ઉડ્યા, સામસામી...

માળિયાના સુલતાનપૂરમાં જુના ઝઘડા મુદે બે પરિવાર વચ્ચે ધોકા પાઈપ ઉડ્યા, સામસામી ફરિયાદ

બોલાચાલી બાદ વાત વણસી હતી અને બન્ને પરિવારના લોકો એક બીજા પર ધોકા પાઈપ અને અન્ય હથીયાર વડે તૂટી પડ્યા હતા બનાવમાં બન્ને પક્ષના લોકોને ઈજા પહોચતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા  તાલુકાના સુલતાન પુર ગામમાં રહેતા લાભુભાઈ  હલુભાઈ દેગામાં નામની  એક વ્યકિતને સુનીલ વિનોદભાઈ સીતાપરા સાથે અગાઉ  ઝઘડો થયો હતો જેનો ખર રાખી સુનીલ સીતાપરાએ તેના ભાઈ અનીલ વિનોદ સીતાપરા,અનીલ દશરથ સીતાપરા અને શૈલેશ નાથાભાઈ સીતાપરાએ મળી લાભુ ભાઈ પર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી.જે અંગે લાભુભાઈ એ તમામ ચારેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

તો સામે પક્ષે સુનીલ વિનોદભાઈ સીતાપરાએ  લાભુભાઈ હલુંભાઈ દેગામાં તેના પુત્ર સુનીલ લાભુભાઈ  દેગામાં તેમજ રાજેશ ચંદુભાઈ દેગામા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીએ જુના ઝઘડાનો ખાર રાખી ફરીયાદી સુનીલ સીતાપરાને માર માર્યો હતો આ દરમિયાન અનિલભાઈ દેગામાં વચ્ચે પડતા તેઓને પણ માર મારી ઈજા પહોચાડી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે બન્ને વિરુદ્ઘ્દ આઈ પીસી 323,324,504, 506 અને 114 અંતર્ગત ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW