HomeGujaratમોરબીમાં 2005ના લાંચ કેસમાં તત્કાલીન P.I જાદવ ને આરોપી બનાવવાં કોર્ટનો...

મોરબીમાં 2005ના લાંચ કેસમાં તત્કાલીન P.I જાદવ ને આરોપી બનાવવાં કોર્ટનો આદેશ

મોરબી શહેરમાં 2005ની સાલમાં ટ્રાવેલ્સના ધંધાર્થી અમિત વિષ્ણુભાઈ દવેએ એસીબીમાં ફરિયાદ કરી હતી જેમાં તેમની પાસેથી પોલીસ અધિકારી દ્વારા ટ્રાવેલ્સ ચલાવવા હપ્તા લેવામાં આવતા હોય આ બાબતે એસીબીએ જે તે સમયે ટ્રેપ કરી હતી અને પી આઈ વતી હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વેરુભા રાણાને લાંચ લેતા ઝડપી લીધા હતા. એસીબીએ જેતે સમયે માત્ર હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ ફરિયાદ નોધી હતી અને તેના વિરુધ્દ્ધ ચાર્જ સીટ ફાઈલ કરી હતી જયારે તત્કાલીન પી આઈ એમ એફ જાદવને આરોપી બનાવાયા ન હતા જેથી ફરીયાદી દ્વારા કોર્ટ પ્રોસીડીંગ વખતે પી આઈ જાદવ ને આરોપી તરીકે જોડવા અંગે અરજી અને પુરાવા આપવામાં આવ્યા હતા અને તે આરજી જે તે સમયના એડીશ્નલ સેસન્સ જજ દ્વારા રદ કરવામાં આવી હતી અને તેની સામે ફરીયાદી હાઈકોર્ટ માં ગયા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજી નો નિર્ણય એપેક્ષ કોર્ટના ચુકાદાને ધ્યાન લઇ નિર્ણય કરવો તેવો હુકમ કર્યો હતો

આ હુકમના અનુસંધાનમાં સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધ દ્વારા એસીબી પોલીસ સ્ટેશનમાં સક્ષમ અધિકારી ને પી આઈ જાદવ વિરુધ્દ ગુન્હો બને છે કે કેમ તે અંગે સવાલ કર્યો હતો અને તેનો રીપોર્ટ કોર્ટમાં સબમિટ કરવા જણાવ્યું હતું

જે બાદ એસીબી દ્વારા પી આઈ એમ એફ જાદવ પર ગુન્હો ન બનતો હોવાની સમરી ભરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જ સીટમાં કરવા પૂરતા પુરાવા મળેલ ન હોય વર્ગ અ સમરી મંજુર કરવા વિનંતી કરી હતી બાદમ કોર્ટ દ્વારા સરકાર તરફથી થતા મદ ફરિયાદીના વકીલ મારફતે દલીલ સાંભળી હતી. સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજૂઆત કરી હતી કે ટ્રેપ દરમિયાન પંચનામામાં આરોપી પ્રતાપસિંહ વેરુભાના ફોન પરથી આક્ષેપિત જાદવને ફોન પર ફરીયાદી સાથે વાતચીત થઈ હતી અને ત્યાર બાદ ફરીયાદી એ લાંચના નાણા આરોપી પ્રતાપસિહ વેરુભા ને આપવામાં આવેલા જે ધ્યાન રાખી હાલની સમરી ના મંજરુ કરવી જોઈએ.

આજ રોજ સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ એ બુદ્ધ દ્વારા અ સમરી નામંજૂર કરી આરોપી પી આઈ એમ એફ જાદ્વ્દ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ 1988 કલમ 7,13(1)(ઘ )1 ,2,13 (2) અંતર્ગત ગુન્હા અન્વયે સંજ્ઞાન લઇ અને સમન્સ હુકમ કરવા તેમજ હાલની સમરીને સ્પે એસીબી કેસ તરીકે રજીસ્ટરે લેવાનો હુકમ કર્યો હતો

આ ઉપરાંત હાલનો કેસ આજ કોર્ટમાં પેન્ડીગ સ્પેશ્યલ એસીબી કેસ 01/2006 બન્ને એક જ એફ આઈ આર માં ઉત્પન્ન થયેલ હોય અને બન્ને કેસ સાથે ચલાવવા હુકમ કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW