મોરબી તાલુકાના ગાળા ગામમાં તાજેતરમાં જિલ્લા પંચાયત દ્વારા ડીમોલે શન કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ડીમોલેશન,કામગીરી કરવામાં આવી હતી.જોકે આં કામગિરી થાય બાદ ગામની શાંતિ ડહોળાઈ હોય તેવી સ્થિતિ બની ગઈ છે કારણ કે જિલ્લા પંચાયત દ્વારા દબાણ દૂર થયા બાદ ગામના
અનુસૂચિત જાતિના કેટલાક લોકો દ્વારા ઉપવાસ આંદોલન છેડી દીધું હતું અને ગાળા ગામ પંચાયત બોડી તેમજ ગામના નાગરીકો દ્વારા વિકાસ કામમાં ભેદભાવ કરવામાં આવતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ આક્ષેપ પૂર્વાગ્રહ યુક્ત અને ખોટા હોવાના દાવો ગ્રામજનોએ કર્યો હતો.આં ઉપરાંત આવાર નવાર ખોટી ફરીયાદ કરીને હેરાન કરવામાં આવતા હોય અને બિન જરૂરી ગામ લોકોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગાળા ગામના લોકો કોઈ દીવસ આ લોકો ઉપર કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરેલ નથી. અને ગામ એમના કોઈપણ સામાજીક કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે છે. જેના પુરાવા રૂપે તા.૫-૫-૨૦૨૩ ના રોજ અનુસુચિત સમાજ દ્રારા ૧૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા કરવામાં આવેલ હતું તેમા અમારા ગામના સરપંચ તથા ઉધોગપતી
ઓ દ્રારા જ ફાળો આપેલ હતો.જેના પુરાવા રૂપે લગ્ન કંકોત્રી સામેલ છે. જેમા ગામના દાતાઓના નામ છે.વધુમાં ગાળા ગ્રામ પંચાયતના ૬૫ –માં નાણાપંચની ગ્રાંટમાંથી તેમનું સ્મશાન ઉપર સ૨ક્ષણ દિવાલ અંગેની ગ્રાંટની રકમ ૨,૦૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પુરા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ તેમના વિસ્તારની અંદર પેવર બ્લોકની ગ્રાંટ ૨,૫૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પચાસ હજારની ગ્રાટ પણ ફાળવવામાં આવેલ છે. ગાળા ગામના યુવાનો દ્વારા સ્વચ્છતા અભીયાન ચલાવવામાં આવે છે. તેમા યુવક મંડળ દ્વારા સ્ટ્રીટલાઈટ ગોઠવવામાં આવેલ છે તેનું લાઈટબીલ ગાળા ગામના યુવાનો દ્વારા ચુકવવામાં આવે છે. તો ગાળા ગામના નાગ૨ીકો ને એ સમજાતુ નથી કે રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા અસ્પૃશપ્તા અને મુળભુત અધીકારોની અરજી કેમ કરેલ છે. તો આ પાયા વીહોણા અને ખોટા આક્ષેપો શા માટે કરે છે. અને ગાળા ગામના નાગરીકો ને એવો ભય સતાવે છે કે આગળ જતા કોઈપણ પ્રકારની નીમ્ન કક્ષની ફરીયાદો તો નહીં કરે ને ? તેથી ગામના વતનીઓની કોઈપણ તથ્ય વિનાની અને પાયાવિહોણી ફરીયાદ ન થાય એના માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.આં મુદ્દે આજે ગ્રામજનોએ જિલ્લા કલેકટર જી. ટી પંડ્યા તેમજ એસપી રાહુલ ત્રિપાઠીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી

