HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બે આરોપીના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આપવા...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બે આરોપીના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આપવા અરજી કરાઈ

ગત 30 ઓક્ટોબરના રોજ મોરબી શહેરમાં આવેલા ઝુલતા પુલ તૂટી પડવાની ઘટના ઘટી હતી જેમાં જે તે સમયે પોલીસે સિક્યુરીટી ગાર્ડ, ટીકીટ કલાર્ક તેમજ બન્ને કંપનીના 4 મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી તો ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ ત્રણ મહિના બાદ કોર્ટ માં સરેન્ડર કરવામાં આવતા બે આરોપીઓને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સમીર દવેએ જામીન આપતા 135 મૃતકોના પરિવારોના એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. પુલ તૂટી પડવાના કિસ્સામાં મહાદેવાભાઇ લાખાભાઇ સોંલકી અને મનસુખભાઇ વાલજીભાઇ ટોપિયાને હાઇકોર્ટે જામીન આપ્યા હતા. પીડિત પરિવારોએ કરેલી અપીલમાં એવી રજૂઆત કરી છે કે, હાઇકોર્ટે આપેલા જામીનનો હુકમ ભૂલભરેલો છે પીડિત પરિવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે ઇરાદાપૂર્વક કરેલા કૃત્યને હાઇકોર્ટે ધ્યાન પર લીધું નથી.135 મૃતકોના પરિવારજનોએ બન્ને આરોપીને હાઇકોર્ટે આપેલા જામીન રદ કરવા સુપ્રીમમાં અપીલ કરી છે. 111 પીડિતો તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી રજૂઆત કરી છે કે, બન્ને આરોપીઓ જાણતા હતા કે, પુલ વધુ માણસોની ક્ષમતા ધરાવતો નથી તેમ છતાં ઘટનાના દિવસે 3165 ટિકિટો વેચી હતી. આ કૃત્ય ઇરાદાપૂર્વકનું છે. તેમ છતા હાઇકોર્ટે મુદ્દાને ધ્યાને લીધો નથી. આરોપીઓ 135 માણસોના મૃત્યુ માટે સીધા જવાબદાર હોવા છતાં તેમને હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે ચાર્જશીટમાં પણ આરોપીઓની સંડોવણી હોવાનો ઉલ્લેખ કરાયો હોવા છતાં તેને ધ્યાને લેવામાં આવ્યુ નથી. બન્ને આરોપીઓ અને ઓરેવા કંપનીના જવાબદારો જાણતા હોવા છતા હજારો લોકોને ટિકીટ ફાળવવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW