વાંકાનેરમાં મુખ્ય માર્ગો અને બજારમાં આડેધડ ખડકાયેલા દબાણોને કારણે શહેરમાં ટ્રાફિક જામના પ્રશ્નો તેમજ પાર્કિંગના પ્રશ્નો હમેશા માથાના દુખાવા સમાન બની ગયા છે આં મુદે જિલ્લા કક્ષા સુધી ફરિયાદ થવા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો જોકે લાંબા સમય થી સુસ્ત પાલિકાએ આ મુદે સક્રિયતા દાખવી હતી અને દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકાએ થોડા દિવસ અગાઉ પહેલા ગ્રીન ચોક નજીક મરછું નદી કિનારે ખડાકાયેલા દબાણો હટાવવામા આવેલ બાદમાં નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે દુકાનો આગળના છાપરા તેમજ ઓટાઓ હટાવવા નોટિસો અપાઇ હતી પરંતુ દુકાનદારોએ સ્વૈચ્છિક છાપરા ઓટા સહિતના દબાણો હટાવાયા નાં હોવાથી આજે પાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દીધું હતુ જેમાં રોડના અવરોધરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા દ્વારા નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે દબાણો દૂર કરી ઓટો રિક્ષા તેમજ મોટર સાયકલ માટે પેવર બ્લોક દ્વારા પાર્કિગ વ્યવસ્થા બનાવશે સાથે જ રાતીદેવડી રોડ પાણીના નિકાલ માટે અવરોધરૂપ થયેલા દબાણો દૂર કરાયા હતા જેમાં પાનના ગલ્લા તેમજ પતરાના છાપરા વગેરે હટાવાયા હતા.
નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે જકાતનાકા પાસે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવા ત્યાં ઘણા દબાણો ખડકાયા હતા તેને હટાવવાની કામગીરી હાથ ધરી રેંકડી, છાપરા અને ત્રણ દુકાનોના બહાર થયેલા ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં સરૈયા એ જણાવ્યું હતું કે હવે દબાણો જ્યા હટાવાયા છે ત્યાં પેવર બ્લોક નાખી વાહનો માટે પાર્કિગ વ્યવસ્થા બનાવવામાં આવશે.
આ ઉપરાંત રાતીદેવડી રોડ ઉપર એસ્સાર પેટ્રોલપંપ પાસેઆસપાસ પાણીના નિકાલને અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ત્યાં રોડ પહોળો કરી પાણી નિકાલ માટેની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

