મોરબી માળિયા નેશનલ હાઇવે નજીક આવેલા ગાળા ગામના પાટિયા પાસે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આવેલ હાર્ડવેર દુકાનમાં રાખેલા ગેસ સીલીન્ડરમાં આગ લાગી ગઈ હતી ઘટનમાં એક સાથે 6 થી વધુ દુકાન સળગી ભસ્મીભૂત થઇ ગયું હતું.અને અચાનક બ્લાસ્ટ થતા સીલીન્ડરનો ભાગ ઉડીને સલમાનખાન ચાંદબાબુ ખાન નામના યુવક પર પડ્યું હતું જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચી હતી જેથી સારવાર એર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયા હોવાનું ડોકટરે જાહેર કરતા મૃત દેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આ ઘટનામાં અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સમયે પોલીસ આવી કોઈ ઘટના ન બની હોવાનો ઇનકાર કર્યો હતો જોકે મોડે સુધી કોઈ પણ પ્રકારની સતાવાર જાહેરાત થઈ ન હતી