હળવદ શહેરમાં ચોમાસાના શરૂઆત થતા જ નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. જેમાં વાત કરવામાં આવે તો આજે સાંજના સમયે વરસેલા વરસાદને લઈને હળવદ શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના સુનીલનગર વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. જેને લઈને ખાનગી સ્કૂલ બસ વિદ્યાર્થીઓ ઉતારવા જતી વેળાએ પાણીમાં ફસાઈ ગઈ હતી. જેને લઈને વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓ ઉતારતી ઉતારતી અલગ અલગ જગ્યાએથી આવતી હોય જેથી કરીને સ્કૂલ બસમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાથી સાતથી વધુ વિદ્યાર્થીઓ ભરેલી બસ ઘુંટણસમા પાણીમાં ફસાઈ ગઈ હતી. અને આ ઘટના સામે આવતા તરત જ ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી પહોંચ્યા હતા. અને પાણીમાં ફસાયેલી બસમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લીધા હતા. તો સાથે આજુબાજુ માંથી ટ્રેક્ટર મંગાવી સ્કૂલ બસને ખેંચીને બહાર કાઢી હતી. જોકે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નહતી. પરંતુ પાણીમાં સ્કૂલ બસ ફસાઈ જતા થોડીવાર માટે બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
પાણીનો નિકાલ ન હોવાથી સ્કૂલ બસ ફસાઈ: સ્થાનિક
હળવદ શહેરના સુનિલનગર વિસ્તારમાં આરસીસી રોડ બનાવી નાખતા અને પાણીનો નિકાલ ન હોવાથી આજે ખાનગી સ્કૂલ બસ ફસાઈ હતી. જોકે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો ફરીવાર આવી કોઈ મોટી ઘટના બનતી અટકી શકે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતુ.