Wednesday, May 15, 2024
HomeNational૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન

ક્રિકેટ ચાહકોના ઉત્સાહના ઉમંગમાં ઉમેરો કરવા ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વી તારલાઓએ આપ્યું પ્રોત્સાહક સમર્થન

ભારતના ઐતિહાસિક વિજયની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક અડીખમ ભાવના પ્રજ્વલિત કરે છે. 1983ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો અને જુસ્સાદાર ચાહકોના પ્રચંડ સમર્થનની લાગણીની બેશુમાર આશાઓ અને અંતરમનની શુભેચ્છાઓ સાથે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરુઆત કરવામાં આવી છે..ટ્વીટર અને ઇન્સ્ટગ્રામ ઉપર ’જીતેંગે હમ’ના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જૂસ્સાને વધારવા  માટે પ્રોત્સાહિત કરે છે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટ એ સહુને એકતાંતણે બાંધી રાખતી બંધનકર્તા શક્તિ છે જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથાઓરુપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનુ ઘડતર કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા જે આપણને 1983 માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા.

જીતેંગે હમ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવાની આશા સાથે ભારતીય ક્રિકેટ ટીમને આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવવામાં અમારી અને ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાવવા ગૌતમ અદાણીએ જણાવ્યું છે.

ક્રિકેટના દિગ્ગજ અને 1983ની વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું  કે ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં સામેલ થવાના આ અભિયાનમાં અદાણી ગ્રૂપ સાથે જોડાઈને અમે ધન્યતા અનુભવીયે છીએ.આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય જૂસ્સાનું પ્રતિક છે જેણે 1983માં અમને જીતવા માટે પ્રેરિત કર્યા હતા. ચાલો સાથે મળીને આપણી ટીમને ફરી એકવાર ગૌરવ અપાવવા માટે ઉત્સાહિત કરીએ.

કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, હતું કે નિર્ધાર અને ટીમ ભાવના.સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઈતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ.

અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હ્દયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતા એ ઐતિહાસિક ટીમના સુકાની કપિલ દેવે ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

સેલિબ્રિટી એન્કર ગૌરવ કપૂરે ટીમ 83 અદાણી ડેની ઉદઘાટન આવૃત્તિની પ્રશંસા કરી 1983ના હીરો અને અદાણી સાથે ક્રિકેટ અને બિઝનેસના ક્ષેત્રો વચ્ચે એકીકૃત સમાનતાઓ દોરતા આ કાર્યક્રમ એક મનોરંજક ક્ષણનો સાક્ષી બન્યો હતો.

આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.

કર કે દિખાયા હૈ, કર કે દિખાયેંગે,” ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં સિદ્ધિની અદમ્ય ભાવનાનું પ્રતીક આ અભિયાન અદાણી જૂથના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે છે. “જીતેંગે હમ” અભિયાન વિજેતાઓએ અગાઉ જે વિજયનો સ્વાદ ચાખ્યો છે, તે ફરીથી અનિવાર્યપણે તેનો આનંદ માણશે એવી એક આંતરિક પ્રતીતિ કે જે લોકનજરમાં તેમના સંતોષ અને ગર્વથી સર્વોપરી છે.એવી માન્યતાને પ્રેરિત કરે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,962FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW