ગુજરાતના દરિયા કાઠે ટકરાયેલા બીપર જોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાં તેની અસર જોવા મળી હતી મોરબી જિલ્લા માં પણ બે દિવસ સુધી ભારે પવન સાથે 4 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો અને તેના કારણે માળિયા પંથકમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને દરિયા પટ્ટા વિસ્તારમાં ચાલતા મીઠાના અગરને નુકશાન થયું છે કમોસમી વરસાદના કારણે મીઠાના અગરો ધોવાઈ જતા નાના-નાના અગરિયાઓ બેહાલ થઈ ગયા છે.જેથી આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવી માળીયાના મીઠાના અગરોને વાવાઝોડામાં થયેલ નુકશાની અંગેનું વળતર ચૂકવવા માંગ કરી છે.
મોરબી જિલ્લામાં તાજેતરમાં બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં આવેલા અનેક મીઠાના પાળાઓ વાવાઝોડાની અસરમાં ધીવાઈ ગયા હતા અને આ વાવાઝોડાને કારણે માળીયા તાલુકાના મીઠાના અગરોને ભારે નુકશાન થયું હતું. તેથી અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આથી બિપોરજોય વાવાઝોડા દરમ્યાન માળીયા તાલુકાના અગરીયાઓને મીઠામાં થયેલી નુકસાનીના વળતર આપવા માંટે અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયા અને અગરીયા આગેવાનોએ સાથે મળીને મામલતદારને લેખિત રજૂઆત કરી છે.

