મોરબીજિલ્લાના વાંકાનેર તાલુકાના સરતાન પર આવેલ સર્વે નંબર 149 પૈકી 1 ની જમીનમાં 14063 તથા 149 પૈકી 2 જમીન ૮૦૯૪ ચોમીવિસ્તારમાં સોક્યુંટ ટાઈલ્સ એલ એલ પી નામની ફેક્ટરી આવેલી છે આ સોક્યુંટ ટાઈલ્સનાવહીવટ કરતા મહેશભાઈ શાંતિલાલ કૈલા છે આ ફેકટરીના માલિકો દ્વારા સરકારી ખરાબાની જમીન જેનો ર્વ્ન્યું સર્વે નંબર 150 હોય જેની ૩૮૩૩૬ ચો મીટર જગ્યા તેમજ પાનેલી ગામની હદમાં આવતી સવે નંબર ૨૩૮ ની જમીન પર ૧૦૮૭૩ ચો મીટર જગ્યા પર કોઈ પણ પ્રકારની મંજુરી વિના બાંધકામ કરી મોટા પાયે દબાણ ખડકી દીધા હોવાની ઘટના સામે આવી છે આ અંગે પાનેલી અને સરતાનપર ગ્રામ પંચાયતમાં આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે જેથી દબાણ થયા હોવા અંગે બન્ને ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને જાણ હોવા છતાં મામલતદારને જાણ કે રીપોર્ટ કરવાની કામગીરી કરવાના બદલે આંખ આડા કાન કરી દેવામાં આવે છે તંત્રના જે સ્થળ પર દબાણ થયેલ છે તેની જવાબદારી જે તે તલાટી મંત્રીની હોવા છતાં નજર અંદાજ કરવામાં આવતા દબાણ કર્તાને જાણે મોકળું મેદાન મળી ગયું છે
આ દબાણ અંગેની જાણ કારી NSUIના મહામંત્રી અને મોરબીના વતની કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા આ અંગે જિલ્લા કલેકટરને લેખિત અરજી કરવામાં આવી છે જેમાં આ સરકારી ખરાબાની જમીન મુદે રજૂઆત કરી છે જેમાં કંપનીના માલિકના કબજામાં રહેલી જમીન અંગે તપાસ કરવામાં આવે તેમજ જો સોક્યુટ ટાઈલ્સ દ્વારા જમીન પર ગેરકાયદે દબાણ સાબિત થાય તો એમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ અંતર્ગત નોધ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ મુદે અગાઉ પણ કુલદીપસિંહ જાડેજાએ જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ અગ્ને ગુન્હો દાખલ કરવા અને આ સરકારી જમીન પર ખડકાયેલ દબાણ દુર કરી જવાબદાર સામે પગલા લેવા બાબતે અગાઉ પણ અરજી આપવામાં આવી હતી જેમાં હજુ કોઈ કાર્યવાહી ન થઇ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો

