HomeGujaratવાવાઝોડાને પગલે 4 ઇંચ સુધી વરસાદ થતા ચોમાસા પહેલા વાવેતર વધ્યું 99,100...

વાવાઝોડાને પગલે 4 ઇંચ સુધી વરસાદ થતા ચોમાસા પહેલા વાવેતર વધ્યું 99,100 હેકટર વાવણી પૂર્ણ 

ગત16 જૂનના રોજ બીપરજોય વાવઝોડું કચ્છ જિલ્લાના દરિયા કાંઠે ટકરાયા બાદ કચ્છના અનેક તાલુકાના તારાજી સર્જી હતી તો તેની અસર સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં પણ જોવા મળી હતી.મોરબી જિલ્લામાં બે દિવસ સુધી તેજ પવન સાથે વરસાદ થયો હતો. વાવાઝોડાને કારણે જિલ્લામાં મોટી ખાના ખરાબી થઈ ન હતી જે તંત્ર માટે રાહત રૂપ બની હતી તો બીજી તરફ ખેડૂતો માટે પણ વાવાઝોડું આશીર્વાદ બનીને આવ્યું હોય તેમ ચોમાસુ શરૂઆત થાય તેના 10 દિવસ પહેલા સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે જિલ્લામાં સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. મોરબી જીલ્લામાં કન્ટ્રોલ રુંમ માં નોંધાયેલ આંકડા મુજબ જોઈએ તો મોરબી તાલુકામાં 114 મીમી,માળિયાં મિયાણા 97 મીમી, ટંકારામાં 110 મીમી,વાકાનેરમા 95 મીમી અને હળવદમાં 61 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે.

સમાન્ય રીતે ગુજરાતમાં 16 જૂન બાદ ચોમાસુ શરૂઆત થઇ જતું હોય છે જોકે જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ ખેંચાયું હતું.જોકે બિપરજોય વાવાઝોડાની  અસરને પગલે મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં મોડા પડેલા ચોમાસાની ખોટ પુરાઈ ગઈ છે.જિલ્લામાં થયેલા આગોતરા વરસાદને પગલે ચોમાસા પાકનું વાવેતર શરૂ થઈ ગઈ છે.મોરબી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી શરૂ થવા લાગી છે.જિલ્લામાં ચોમાસાં પાકનો કુલ વાવેતર વિસ્તાર 3લાખ 25 હજાર હેકટર કરતા વધુ છે જેમાંથી 19 જૂન સુધીના રિપોર્ટ મુજબ 99,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઈ ચૂકી છે મોરબી જીલ્લામાં હળવદ, માળિયા મિયાણા મોરબી તાલુકામાં વાવેતર ઝડપથી વધી રહ્યું છે આગામી સપ્તાહમાં આં આંકડો બમણા કરતા પણ વધુ થવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં હાલ કપાસ અને મગફડી આં બે પાકનું વાવેતર જોવા મળી રહ્યું છે 19 જૂન સુધીના આંકડા મુજબ 79,800 હેક્ટરમાં કપાસનું જ્યારે 17,700 હેક્ટરમાં મગફડીનું વાવેતર થયું છે. આ સિવાય હાલ 1600 હેક્ટરમાં શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયા હોવાનુ સામે આવ્યું છે.જોકે આ આકડો આગામી સપતાહમાં વધશે તેવી ખેતીવાડી વિભાગ શક્યતા વ્યક્ત કરી રહ્યું છે.

મોરબી જિલ્લામાં2021 માં પણ જ્યારે તોક્તે વાવાઝોડું આવ્યું હતું જે અમરેલી રાજકોટ થઈ સુરેન્દ્રનગર જીલ્લા તરફ ફંટાયું હતુંજેની અસર મોરબી જીલ્લા  જોવા મળી હતી  અને આ વાવાઝોડાની અસરને પગલે મોરબી જીલ્લા માં ખાસ કરીને વાકનેર તાલુકા અને હળવદ પંથકમાં જોવા મળી હતી.2021ના મે મહિનાના ત્રીજા સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં વરસાદ થયો હતો જેના કારણે મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા પંથકમાં સિંચાઇની સુવિધા ન ધરાવતા ખેડૂતોએ પણ ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી દીધી હતી.તો જૂન મહિના ચોમાસા નું સમયસર આગમન થઇ જતાં જિલ્લામાં સરેરાશ3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે ચોમાસા પાકનું વાવેતર થયું હતું.

મોરબી જિલ્લામાં2019,2021 અને2023 દરમિયાન વાવાઝોડાની અસર ને પગલે ચોમાસા પૂર્વે  વરસાદ થયા હતા જે પૈકી 2021 અને 2023માં વાવણી લાયક વરસાદ થતાં  ખેડૂતોએ  અન્ય વર્ષોની સરખામણીએ વધુ આગોતરું વાવેતર કર્યું હતુ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW